એક કરતાં વધુ બાળકો ધરાવતા પરિવારમાં આનંદ અને ધમાલ-મસ્તી પણ વધુ હોય છે. જોકે જ્યારે બાળકો આપસમાં ફાઇટિંગ કરે છે ત્યારે આ આનંદનું સ્થાન ટેન્શન લેતું હોય છે.
દીક્ષા બાસુ
એક કરતાં વધુ બાળકો ધરાવતા પરિવારમાં આનંદ અને ધમાલ-મસ્તી પણ વધુ હોય છે. જોકે જ્યારે બાળકો આપસમાં ફાઇટિંગ કરે છે ત્યારે આ આનંદનું સ્થાન ટેન્શન લેતું હોય છે.
બાળકો સતત એકબીજા સાથે ઝઘડતાં રહેતાં હોય ત્યારે મોટા ભાગે મમ્મીઓ જ ટેન્શનમાં આવતી હોય છે. જોકે દીક્ષા બાસુ નામની એક મહિલાએ આનો સરસ ઉકેલ શોધી કાઢ્યો છે, જે તેણે ટ્વિટર પર પણ શૅર કર્યો છે.
ADVERTISEMENT
માઇક્રો-બ્લૉગિંગ સાઇટ પર પોતાની ટ્રિક વિશે દીક્ષા બાસુએ જણાવ્યું હતુ કે તેણે તેનાં બાળકોને દિવસમાં એક જ વખત મારામારી કરવાની અને એકબીજાને મારવાની છૂટ આપી હતી. આને લીધે તેઓ મારામારી કરતાં પહેલાં થોડો વિચાર કરે છે. પોતાને મળેલી એક જ વાર મારામારીની મળેલી છૂટ વેડફાઈ ન જાય એ માટે શાંતિથી બેસીને વિચાર કરે છે અને એટલી વારમાં તેમનો ગુસ્સો શાંત થઈ જતાં તેઓ મારામારી કરતાં અટકી જાય છે. નેટિઝન્સે દીક્ષા બાસુની ટ્રિકને વખાણી છે.