Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચીનમાં પર્યટકનો જીવ 330 ફુટ ઊંચે અધ્ધરતાલ

ચીનમાં પર્યટકનો જીવ 330 ફુટ ઊંચે અધ્ધરતાલ

11 May, 2021 10:46 AM IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનના લૉન્ગજિન્ગ શહેરમાં પિયાન પર્વતમાળા વચ્ચે એક રિસૉર્ટ બન્યું છે જ્યાં ૩૩૦ ફુટ ઊંચો કાચની પૅનલવાળો પુલ બનાવવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલાં આ વિસ્તારમાં કલાકે ૯૦ માઇલની ઝડપે પવન ફૂંકાયો હતો જેને કારણે પુલની કેટલીક કાચની પૅનલ તૂટીને નીચે પડી હતી

કાચનો બ્રિજ

કાચનો બ્રિજ


આધુનિક જગતમાં ટેક્નૉલૉજી અને વિકાસ જેમ લોકો માટે સુવિધાની સાથે નવીનતા પણ લાવે છે, પરંતુ ક્યારેક અગવડ અને જોખમ પણ ઊભાં કરે છે. દરેક બાબતમાં લાભની સાથે ગેરલાભ પણ હોય જ. ચીનના લૉન્ગજિન્ગ શહેરમાં પિયાન પર્વતમાળા વચ્ચે એક રિસૉર્ટ બન્યું છે જ્યાં ૩૩૦ ફુટ ઊંચો કાચની પૅનલવાળો પુલ બનાવવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલાં આ વિસ્તારમાં કલાકે ૯૦ માઇલની ઝડપે પવન ફૂંકાયો હતો જેને કારણે પુલની કેટલીક કાચની પૅનલ તૂટીને નીચે પડી હતી. નસીબજોગ પુલ પર કોઈ પર્યટક કે મજૂર નહોતા. માત્ર એક માણસ પુલ પર હતો જેણે નીચેથી કાચનો હિસ્સો તૂટી પડતાં પોતે રેલિંગ પકડી લીધી હતી અને નીચે ખાઈમાં પડતાં બચી ગયો હતો. થોડી વારમાં જ બંબાખાતાના જવાનો, પોલીસ તથા જંગલ ખાતાના કર્મચારીઓએ આવીને તેને બચાવી લીધો હતો.

થોડો સમય આ પુલ બંધ રાખવામાં આવ્યો હતો. ચીનમાં ઘણી પર્વતમાળાઓમાં ટૂરિસ્ટોને આકર્ષવા આવા કાચના પુલ બનાવવામાં 
આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2021 10:46 AM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK