ફૉલ્સ સીલિંગમાં લગાવેલી ફૅન્સી લાઇટની અંદર સાપ આરામથી આમતેમ ફરતો હતો
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
નોએડાના સેક્ટર ૫૧માં એક ઘરમાં ફૅન્સી લાઇટની અંદર સળવળતો સાપ જોવા મળતાં ઘરમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ફૉલ્સ સીલિંગમાં લગાવેલી ફૅન્સી લાઇટની અંદર સાપ આરામથી આમતેમ ફરતો હતો. તરત જ વનવિભાગની ટીમને સૂચિત કરવામાં આવી હતી. જોકે એ કોબરા હતો અને લાઇટને કાઢતી વખતે ડસી ન જાય એની તકેદારી રાખવાની હોવાથી એને કાઢવાનું ઑપરેશન ૩૬ કલાક ચાલ્યુ હતું. કોબરાને કાઢ્યા પછી ઓખલા બર્ડ સૅન્ક્ચ્યુઅરીમાં છોડી દેવામાં આવ્યો હતો.


