સુદર્શન પટનાઈકે મહાપ્રભુ જગન્નાથજી અને તેમના ૧૨ ફુટનો રથનું રેતીનું શિલ્પ તૈયાર કર્યું હતું.
મહાપ્રભુ જગન્નાથજી અને તેમના ૧૨ ફુટનો રથનું રેતીનું શિલ્પ
ભારતના રેતશિલ્પકારને મળ્યું આંતરરાષ્ટ્રીય સન્માન
રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં ઇન્ટરનૅશનલ સૅન્ડ સ્કલ્પ્ચર ચૅમ્પિયનશપિમાં ભારતના પ્રસિદ્ધ સૅન્ડ-આર્ટિસ્ટ સુદર્શન પટનાઈકે મહાપ્રભુ જગન્નાથજી અને તેમના ૧૨ ફુટનો રથનું રેતીનું શિલ્પ તૈયાર કર્યું હતું. આ શિલ્પ માટે તેમને ગોલ્ડન સૅન્ડ માસ્ટર અવૉર્ડ અને ગોલ્ડ મેડલ મળ્યો છે.
ADVERTISEMENT
DHONII 7 નંબર-પ્લેટવાળી કાર કૅનેડામાં જોવા મળી
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દુનિયાના સૌથી લોકપ્રિય ક્રિકેટરોમાંનો એક છે. ફૅન્સ ધોની પ્રત્યેનો તેમનો પ્રેમ દર્શાવવા માટે શરીર પર ટૅટૂ બનાવવાથી લઈને અનેક હટકે એક્સપરિમેન્ટ કરતા રહે છે. હાલમાં ઇન્ટરનેટ પર એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે જેમાં કારનો નંબર DHONII 7 છે અને આ કાર કૅનેડાના ઑન્ટારિયો શહેરની હોવાનું જાણવા મળ્યું છે.
કુન્નુરમાંથી મળ્યો દટાયેલો ખજાનો
કેરલાના કુન્નુર જિલ્લાના ચેન્ગાલઈ ગામ પાસે ચાલી રહેલા ખોદકામમાં શનિવારે કેટલાંક સોના-ચાંદીનાં આર્ટિફેક્ટ્સ મળી આવ્યાં હતાં.
હેં!?
ચીનના શિયાન શહેરમાં રહેતા ૩૩ વર્ષના ઝિન્ગ નામના માણસને તેની પત્ની પર શક હતો એટલે જાસૂસી કરવા માટે પતિએ પત્ની પાછળ એક ડ્રોન તહેનાત કર્યું હતું, જેમાં ખબર પડી કે તે ગામથી દૂર તેના પ્રેમીને મળવા જાય છે. આ વાતનો પુરાવો ઝિન્ગે ડિવૉર્સના કેસમાં રજૂ કર્યો હતો.

