Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > 591 કિલો વજનવાળા આ માણસે 3 ઑપરેશન કરીને 300 કિલો વજન ઘટાડ્યું

591 કિલો વજનવાળા આ માણસે 3 ઑપરેશન કરીને 300 કિલો વજન ઘટાડ્યું

01 December, 2019 09:49 AM IST | Mexico

591 કિલો વજનવાળા આ માણસે 3 ઑપરેશન કરીને 300 કિલો વજન ઘટાડ્યું

591 કિલો વજનવાળો આ માણસ

591 કિલો વજનવાળો આ માણસ


વિશ્વના સૌથી તગડા માણસ તરીકે ૨૦૧૭માં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવનાર જુઆન પેડ્રો ફ્રૅન્કો સર્જરી પછી લગભગ ત્રણ વર્ષના સમયગાળામાં ૫૯૧ કિલોથી ૩૩૦ કિલો જેટલું વજન ઘટાડ્યા બાદ હવે લાકડીની મદદથી ચાલી શકે છે. ૩૫ વર્ષના મેક્સિકોના વતની જુઆન પેડ્રોનું વજન હવે અંદાજે ૨૬૦ કિલો જેટલું છે. એક સમયે તદ્દન પથારીવશ અને મરવાની અણીએ પહોંચેલો જુઆન હવે ચાલી શકે છે અને પોતાની મેળે બેસી પણ શકે છે. 

એક સમયનો કુશળ ગિટારવાદક જુઆન જણાવે છે કે પોતાની મેળે ઊઠવું અને પોતાનાં કામો પોતે કરવામાં ઘણું સારું લાગે છે. એક ટ્રાફિક ઍક્સિડન્ટમાં અપંગપણું આવ્યા બાદ ન્યુમોનિયા થતાં જુઆનનું વજન બેમર્યાદ વધવા માંડ્યું હતું.



૨૦૧૬માં જુઆનને સેન્ટ્રલ મેક્સિકોના તેના ઘરથી ૧૦૦ કિલોમીટર દૂર આવેલી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો એના સમાચારને પગલે તેની તકલીફો પ્રકાશમાં આવી હતી. એ સમયે તેનું વજન લગભગ ૫૦૧ કિલો હોવાનું મનાતું હતું, પણ હકીકતમાં તે ધારણા કરતાં લગભગ ૭ કિલો વધુ વજન ધરાવતો હતો.


આ પણ વાંચો : અમેરિકાનાં આ બહેન પાળેલા તીડને લાડ કરે છેઃઇન્સ્ટાગ્રામ પર જબરી ચર્ચા

જોકે જુઆનનું કહેવું છે કે તે બાળપણથી જ ભારે શરીર ધરાવે છે. ૭ વર્ષની વયે તેનું વજન ૬૪ કિલો હતું, જે ૧૭ વર્ષનો થતાં અંદાજે ૨૨૮ કિલો જેટલું હતું. પેટની ચરબી ઘટાડવાનાં ત્રણ ઑપરેશન પછી તેની જિંદગી બદલાઈ રહી છે અને હજી એક ઑપરેશન દ્વારા જુઆન વધુ ૬-૭ કિલો વજન ઘટાડશે. જુઆન પેડ્રોના જીવનની ગાડીને પાટા પર લાવવામાં તેના પર ગૅસ્ટ્રિક બાયપાસ સર્જરી કરનાર સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર જોસ ઍન્ટોનિયો કાસ્ટાનેડાનો મહત્વનો ફાળો છે.


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2019 09:49 AM IST | Mexico

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK