ભરટ્રાફિકમાં આ કારની તસવીરો અને વિડિયો લેવા માટે વાહનો રોકાઈ જતાં હોવાથી જબરો ટ્રૅફિક-જૅમ થઈ ગયો હતો.
સિલ્વર કલરની કારને લીંબુ-મરચાંની લડીઓથી સજાવી
ગઈ કાલે IPLની ૧૮મી સીઝનની ફાઇનલ મૅચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હતી, પરંતુ ક્રિકેટ-ફીવર આખા ભારતમાં ઠેર-ઠેર જોવા મળ્યો હતો. ક્રિકેટપ્રેમીઓમાં પહેલી વાર રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (RCB)ને જિતાડવા માટે અનેક લોકો હોમહવન, પૂજા અને માનતાઓ રાખી રહ્યા હતા. જોકે બૅન્ગલોરના રોડ પર ફરી રહેલી એક કારે તો સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સિલ્વર કલરની કારને લીંબુ-મરચાંની લડીઓથી સજાવીને એના પર ઈવિલ આઇ પણ લગાવી હતી. ભરટ્રાફિકમાં આ કારની તસવીરો અને વિડિયો લેવા માટે વાહનો રોકાઈ જતાં હોવાથી જબરો ટ્રૅફિક-જૅમ થઈ ગયો હતો.


