પોતાની પીત્ઝા ખાવાની આ આદતમાંથી કરીઅર કેવી રીતે બનાવી શકાય એનો વિચાર કરી રહ્યો છે
અજબ ગજબ
પ્રતીકાત્મક તસવીર
પીત્ઝા એવી વસ્તુ છે જેને દુનિયાભરના લોકો મોજથી ખાય છે, પણ આ લોકપ્રિય જન્ક ફૂડ રોજેરોજ ખાય તો એ કોઈ પણ પીત્ઝા-લવરને ભારે પડી શકે છે. કેની વિલ્ડ્સ નામનો માણસ આમાં અપવાદ છે, કેમ કે તે દરરોજ પીત્ઝા ખાઈ રહ્યો છે અને એ પણ છેલ્લાં ૬ વર્ષથી. આશ્ચર્યજનક વાત એ છે કે વર્ષોથી પીત્ઝા ખાવા છતાં તે એકદમ હેલ્ધી અને ફિટ છે. કેની પોતાની પીત્ઝા ખાવાની આ આદતમાંથી કરીઅર કેવી રીતે બનાવી શકાય એનો વિચાર કરી રહ્યો છે. કેનીએ કહ્યું કે ‘હું છેલ્લાં ૬ વર્ષથી દરરોજ પીત્ઝા ખાઉં છું. ક્યારેક હું ફક્ત એક સ્લાઇસ લઉં છું પણ મોટા ભાગે આખેઆખો પીત્ઝા ઝાપટી જાઉં છું. મારું મેટાબોલિઝમ સારું હોવાથી મને કોઈ તકલીફ નથી થતી.’