નંદુરબારની સ્કૂલમાં ભણતો ‘કૉન્ગ્રેસ’ ચાર વિષયમાં નાપાસ થતાં બન્યો ચર્ચાનો વિષય
નંદુરબારની સ્કૂલનો વિદ્યાર્થી કૉન્ગ્રેસ લાડકા વાસ્કલે.
ભારતની સૌથી જૂની રાજકીય પાર્ટી કૉન્ગ્રેસનું સતત પતન થઈ રહ્યું છે ત્યારે મહારાષ્ટ્ર સ્ટેટના બોર્ડનું મંગળવારે SSCનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું એમાં પણ ‘કૉન્ગ્રેસ’ નાપાસ થયો હતો. મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં ૨૦૧૪ બાદથી સત્તા ગુમાવનારી કૉન્ગ્રેસને ૧૧ વર્ષથી સફળતા નથી મળી રહી ત્યારે SSCમાં પણ ‘કૉન્ગ્રેસ’ ચાર વિષયમાં નાપાસ થયો હોવાનું જાણવા મળ્યું હતું. વાંચીને ચોંકી ગયા? કૉન્ગ્રેસ SSCમાં કેવી રીતે નાપાસ થઈ શકે? જોકે આ હકીકત છે. કૉન્ગ્રેસ ફેલ થયો છે. આ વાત નંદુરબાર જિલ્લાની છે. આ જિલ્લાના શહાદા ખાતે એક આશ્રમ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ સારા માર્ક્સ સાથે પાસ થયા છે, પણ કૉન્ગ્રેસ લાડકા વાસ્કલે નામનો વિદ્યાર્થી SSCમાં હિન્દી અને વિજ્ઞાન સિવાયના ચાર વિષયમાં ફેલ થયો છે. વિદ્યાર્થીનું નામ જ કૉન્ગ્રેસ હોવાથી તે ચર્ચાનો વિષય બન્યો છે.


