Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઉત્તર પ્રદેશના બદાયૂંમાં કોણ જીતશે એને માટે બે વકીલોએ એફિડવિટ બનાવીને બે લાખની શરત મારી

ઉત્તર પ્રદેશના બદાયૂંમાં કોણ જીતશે એને માટે બે વકીલોએ એફિડવિટ બનાવીને બે લાખની શરત મારી

06 May, 2024 09:38 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંગળવારે ૭ મેએ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં બદાયૂં સહિત ઉત્તર પ્રદેશની ૧૦ લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉત્તર પ્રદેશની બદાયૂં લોકસભાની બેઠક પર કયો ઉમેદવાર જીતશે એ મુદ્દે બે વકીલો વચ્ચે બે લાખ રૂપિયાની શરત લાગી છે. સત્યેન્દ્ર પાલ નામના વકીલનું માનવું છે કે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આદિત્ય યાદવની જીત થશે, જ્યારે દિવાકર વર્મા નામના વકીલનું માનવું છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર દિગ્વિજય સિંહ શાક્યનો વિજય થશે.આ મુદ્દે આ બે વકીલોએ એક અૅફિડેવિટ તૈયાર કર્યું છે અને એમાં ચાર સાક્ષીની સહી લેવામાં આવી છે અને આ ઍફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે જે વકીલ આ શરત હારે તેણે બીજા વકીલને બે લાખ રૂપિયા આપવાના. મંગળવારે ૭ મેએ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં બદાયૂં સહિત ઉત્તર પ્રદેશની ૧૦ લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK