કેરલમમાં ૧૦ દિવસનો ઓણમ મહોત્સવ શરૂ થયો છે. તિરુવનંતપુરની એક સ્પર્ધામાં દોરડા પર લટકાવેલી મીઠાઈને હાથ લગાવ્યા વિના કૂદીને મોંથી પકડવાની અનોખી રમત યોજાઈ હતી.
મસ્તીભરી ઓણમ
કેરલમમાં ૧૦ દિવસનો ઓણમ મહોત્સવ ઑલરેડી શરૂ થઈ ગયો છે. આપણે ત્યાં દિવાળીમાં જેમ ઉત્સાહભેર તહેવાર મનાવાય છે એવું જ કંઈક કેરલમમાં ઓણમ વખતે થાય છે. અહીં સ્કૂલ-કૉલેજોમાં ઓણમ નિમિત્તે ઊજવાતી જાતજાતની સ્પર્ધાઓ લોકોનું ધ્યાન ખેંચે એવી હોય છે. તિરુવનંતપુરમાં આવી જ એક સ્પર્ધામાં દોરડા પર લટકાવેલી મીઠાઈ હાથ લગાવ્યા વિના કૂદકો ભરીને મોંમાં પકડી લેવાની સ્પર્ધા થઈ હતી.
