રાતના સમયે ગાયોના રહેઠાણની ચોમેર ચોક્કસ અંતરે તાપણાં સળગાવવામાં આવે છે જેથી વાતાવરણમાં ગરમાટો ફેલાયેલો રહે.
ગાયોને ઠંડીમાં ઠૂંઠવાતી બચાવવા માટે પીળા રંગની શાલ ઓઢાડવામાં આવી છે
ઉત્તર પ્રદેશમાં ઠંડીનો પારો નીચો જ ઊતરતો જાય છે એવામાં કાનપુરની કેટલીક ગૌશાળાઓમાં ગાયોને ઠંડીમાં ઠૂંઠવાતી બચાવવા માટે પીળા રંગની શાલ ઓઢાડવામાં આવી છે. કાનપુરની નગરપાલિકા સંચાલિત ગૌશાળાઓમાં નિરાશ્રિત ગાયોને રાખવામાં આવે છે. શહેરમાં ઠંડી વધી રહી છે ત્યારે ગૌશાળાઓ ખુલ્લી હોવાથી મૂક પ્રાણીઓને ઠંડી ન લાગે એ માટે ગાયોને પીળા રંગના કાઉકોટ જેવી શાલ પહેરાવવામાં આવી છે. વછેરાઓને અલગ વાડામાં રાખવામાં આવ્યા છે અને ત્યાં વચ્ચે-વચ્ચે પડદા રાખવામાં આવ્યા છે જેનાથી ઠંડો અને સીધો પવન ગાયોને ન લાગે. નગરપાલિકાએ આ વર્ષે પહેલેથી જ ગાયોને બચાવવા માટેનાં પગલાંનું પ્લાનિંગ કર્યું હતું અને છેલ્લા ચાર દિવસથી ગાયોને કોટનો ગરમાટો મળે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. રાતના સમયે ગાયોના રહેઠાણની ચોમેર ચોક્કસ અંતરે તાપણાં સળગાવવામાં આવે છે જેથી વાતાવરણમાં ગરમાટો ફેલાયેલો રહે.


