શ્વેત ભૈરવ નામના શિવની પ્રતિમાને સ્વચ્છ કરવામાં આવી હતી
ભગવાન ઇન્દ્રને ખુશ કરવાના પ્રયાસ
નેપાલની રાજધાની કાઠમાંડુમાં ગઈ કાલથી ઇન્દ્ર જત્રા નામના તહેવારની શરૂઆત થઈ છે. દરમ્યાન શ્વેત ભૈરવ નામના શિવની પ્રતિમાને સ્વચ્છ કરવામાં આવી હતી. આ પ્રતિમાને આખું વર્ષ લાકડાના કવરમાં રાખી મુકાય છે. માત્ર આ તહેવાર દરમ્યાન એને લોકોનાં દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવે છે. આ પ્રતિમા ૧૨ ફુટની છે. સ્વર્ગના રાજા ઇન્દ્રને ખુશ કરવા લોકો ઇન્દ્ર જત્રામાં વિવિધ વેશભૂષા ધારણ કરે છે.

