ઇન્દોરના યુવાનોએ હવે દાઢી રાખવી કે ગર્લફ્રેન્ડ એ નક્કી કરવું પડશે
અજબગજબ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
અત્યારે યુવાનોમાં દાઢી-મૂછ રાખવાનો અને વધારવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, પણ ઇન્દોરના યુવાનોએ હવે દાઢી રાખવી કે ગર્લફ્રેન્ડ એ નક્કી કરવું પડશે. એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે એના જેવી સ્થિતિ ઇન્દોરના યુવાનોની થઈ છે. કારણ કે શહેરની યુવતીઓને ક્લીન શેવ્ડ બૉયફ્રેન્ડ જોઈએ છે. એ માટે અનેક યુવતીઓએ રીતસરની પ્લૅકાર્ડ લઈને રૅલી કાઢી હતી. ‘નો ક્લીન શેવ, નો લવ’, ‘દાઢી હટાઓ, પ્યાર બચાઓ’ અને ‘દાઢી રખ્ખો યા ગર્લફ્રેન્ડ, ચૉઇસ તુમ્હારી’ જેવાં સૂત્રો લખેલાં પ્લૅકાર્ડ લઈને યુવતીઓએ રૅલી કાઢી હતી. આ તો ઠીક યુવતીઓ ઊંચા સાદે આ સૂત્રો બોલતી પણ હતી.