અગિયારમા ધોરણમાં ભણતી ઉમાસોફિયા શ્રીવાસ્તવે કહ્યું કે હું હવે મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરીશ અને કૉલેજ માટે અપ્લાય કરીશ.
ઉમાસોફિયા શ્રીવાસ્તવ
મિસ ટીન USA 2023નો તાજ પહેરનારી ભારતીય મૂળની ટીનેજર ઉમાસોફિયા શ્રીવાસ્તવે ૮ મેએ આ ખિતાબ પાછો કર્યો હતો. ઉમાસોફિયાએ સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે ‘મેં ઘણા મહિનાઓ સુધી વિચાર્યા બાદ રાજીનામું આપવાનું નક્કી કર્યું છે, કારણ કે મારાં વ્યક્તિગત મૂલ્યો સંસ્થા સાથે બિલકુલ સુસંગત નથી.’ અગિયારમા ધોરણમાં ભણતી ઉમાસોફિયા શ્રીવાસ્તવે કહ્યું કે હું હવે મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરીશ અને કૉલેજ માટે અપ્લાય કરીશ.