Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૪૮ ડિગ્રી ગરમીની અસર : આફ્રિકન દેશ માલીમાં દૂધ અને બ્રેડ કરતાં આઇસક્યુબ મોંઘી

૪૮ ડિગ્રી ગરમીની અસર : આફ્રિકન દેશ માલીમાં દૂધ અને બ્રેડ કરતાં આઇસક્યુબ મોંઘી

02 May, 2024 09:32 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માલીની સ્ટેટ પાવર કંપની કરોડો ડૉલરના દેવા હેઠળ દબાઈ જતાં છેલ્લા એક વર્ષથી લોકો વીજકાપનો સામનો કરી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

લાઇફ મસાલા

પ્રતીકાત્મક તસવીર


આફ્રિકન દેશ માલી ૪૮ ડિગ્રી તાપમાનમાં શેકાઈ રહ્યો છે અને અહીં હાલત એવી છે કે દૂધ અને બ્રેડ કરતાં બરફ મોંઘો થઈ ગયો છે. માલીના કેટલાક વિસ્તારમાં હીટવેવના પ્રકોપ વચ્ચે લાંબા સમય સુધી વીજળી ડૂલ રહે છે. લોકો ફ્રિજ બંધ થઈ જવાને કારણે ખોરાક સ્ટોર કરવા અને ઠંડક માટે મોટા પાયે આઇસક્યુબ ખરીદી રહ્યા છે. લોકો બ્રેડ માટે ૨૫૦ CFA (આફ્રિકન કરન્સી) ચૂકવી રહ્યા છે અને બરફ માટે ૩૦૦થી ૫૦૦ CFA ચૂકવી રહ્યા છે. માલીની સ્ટેટ પાવર કંપની કરોડો ડૉલરના દેવા હેઠળ દબાઈ જતાં છેલ્લા એક વર્ષથી લોકો વીજકાપનો સામનો કરી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં સ્કૂલો બંધ થઈ ગઈ છે અને લોકો હૉસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 09:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK