Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હરિયાણાના સરપંચે દીકરાનાં લગ્નમાં દહેજના ૧૧ લાખને બદલે ૧ રૂપિયો અને નાળિયેર સ્વીકાર્યાં

હરિયાણાના સરપંચે દીકરાનાં લગ્નમાં દહેજના ૧૧ લાખને બદલે ૧ રૂપિયો અને નાળિયેર સ્વીકાર્યાં

Published : 29 November, 2026 03:16 PM | IST | Haryana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેદપાલ સિંહે જણાવ્યું હતું કે પ્રારંભિક વાતચીત દરમ્યાન કન્યાપક્ષ તરફથી ટીકાની વિધિમાં ૧૧ લાખ રૂપિયા રોકડા, સોનાની ચેઇન અને અન્ય ચીજવસ્તુઓ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

દહેજમુક્ત લગ્ન

અજબ ગજબ

દહેજમુક્ત લગ્ન


સમાજમાં હજી પણ દહેજપ્રથાનું દૂષણ જોવા મળે છે ત્યારે હરિયાણાના ભિવાની જિલ્લાના એક સરપંચે દીકરાનાં લગ્નમાં કોઈ પણ પ્રકારની રોકડ, સોનાનાં ઘરેણાં કે ભેટસોગાદો લેવાનો સ્પષ્ટ ઇનકાર કરીને સમાજ સામે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ધનાના ગામના સરપંચ વેદપાલ સિંહે દીકરા વિકાસનાં લગ્ન ભિવાનીની ફ્રેન્ડ્સ કૉલોનીમાં રહેતા નિવૃત્ત આર્મી સુબેદાર વીરેન્દ્ર નારાયણની દીકરી દીપાંશી સાથે માત્ર એક રૂપિયો અને નાળિયેરના શુકન સાથે સંપન્ન કર્યાં હતાં.

વેદપાલ સિંહે જણાવ્યું હતું કે પ્રારંભિક વાતચીત દરમ્યાન કન્યાપક્ષ તરફથી ટીકાની વિધિમાં ૧૧ લાખ રૂપિયા રોકડા, સોનાની ચેઇન અને અન્ય ચીજવસ્તુઓ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જોકે વેદપાલ સિંહે કશું જ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. બન્ને પરિવારોની સહમતીથી માત્ર એક રૂપિયો અને નાળિયેર સાથે લગ્ન યોજવાનું નક્કી થયું હતું. વિકાસ ચેન્નઈની એક પ્રાઇવેટ ઍડ્વર્ટાઇઝિંગ કંપનીમાં ડિરેક્ટર છે, જ્યારે દીપાંશી ગણિત વિષયમાં માસ્ટર ઑફ સાયન્સ (MSc) અને બૅચલર ઑફ એજ્યુકેશન (BEd)ની ડિગ્રી ધરાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2026 03:16 PM IST | Haryana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK