જોકે સોશ્યલ મીડિયામાં આ વિડિયો વાઇરલ થતાં હવે શૌચાલય બનાવનારા ઠેકેદારો અને સ્થાનિક અધિકારીઓ આવું કેમ થયું એ શોધવામાં લાગ્યા છે.
એક જ ટૉઇલેટમાં બે કમોડ
છત્તીસગઢના સરગુજા જિલ્લાના અલગા અને બેંદોપાની જેવાં ગામોમાં પબ્લિક ટૉઇલેટ્સ બન્યાં હોવા છતાં આજેય લોકો ખુલ્લામાં હાજતે જાય છે. એનું કારણ એ છે કે શૌચાલયો તો છે પણ એ અડધાંપડધાં બનેલાં છે. ક્યાંક ટૉઇલેટમાં પાણી અને ગંદકી નીકળવાની પૂરતી વ્યવસ્થા નથી તો કેટલાંક શૌચાલયોમાં તો એકસાથે બે-બે કમોડ લગાવવામાં આવ્યાં છે. અલગા, બેંદોપાની અને આમાપાની જેવાં ગામોમાં આવું કોઈ એકલ-દોકલ શૌચાલયમાં નથી બન્યું, અનેક ટૉઇલેટ્સમાં બબ્બે કમોડ લગાવેલાં છે અને એ પણ પૂરી રીતે કાર્યરત નથી. કદાચ ઠેકેદારને લાગતું હશે કે ગામલોકો ટૉઇલેટ માટે પણ દોસ્તોની સાથે જ અંદર જશે. આવા એક ટૉઇલેટનો ખર્ચ ૨૪,૦૦૦ રૂપિયા જેટલો થયો છે. જોકે સોશ્યલ મીડિયામાં આ વિડિયો વાઇરલ થતાં હવે શૌચાલય બનાવનારા ઠેકેદારો અને સ્થાનિક અધિકારીઓ આવું કેમ થયું એ શોધવામાં લાગ્યા છે.

