Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એશિયાની સૌથી મોટી લોટસ વૅલી ઇન્દોર પાસે છે, ખબર છે?

એશિયાની સૌથી મોટી લોટસ વૅલી ઇન્દોર પાસે છે, ખબર છે?

Published : 11 May, 2026 02:19 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શહેરના ઘોંઘાટથી દૂર હોવાને કારણે વીક-એન્ડમાં પ્રકૃતિના ખોળે સમય પસાર કરવા માગતા લોકો માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ રહ્યો છે.

લોટસ વૅલી

અજબ ગજબ

લોટસ વૅલી


મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરથી માત્ર ૨૫-૩૦ કિલોમીટરના અંતરે આવેલી ગુલાવત લોટસ વૅલી હાલમાં પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. હાતોદ તાલુકા પાસે આવેલી આ વિશાળ ખીણને એશિયાની સૌથી મોટી લોટસ વૅલી તરીકે ઓળખવામાં આવે છે જ્યાં કિલોમીટરો સુધી પથરાયેલાં ગુલાબી કમળનાં ફૂલો કોઈ પણ પ્રવાસીને મંત્રમુગ્ધ કરી દે  એવાં છે.
આ ખીણમાં નદીનાં શાંત પાણી પર હજારોની સંખ્યામાં ખીલેલાં ગુલાબી કમળ કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે.

ખાસ કરીને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અહીંનો નઝારો અદ્ભુત હોય છે જેને કારણે પ્રી-વેડિંગ શૂટ અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સમાં આ સ્થળ અત્યંત લોકપ્રિય બન્યું છે.



શહેરના ઘોંઘાટથી દૂર હોવાને કારણે વીક-એન્ડમાં પ્રકૃતિના ખોળે સમય પસાર કરવા માગતા લોકો માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ રહ્યો છે.


સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ આ સ્થળને પ્રવાસન નકશા પર વધુ પ્રચલિત કરવા માટે પાયાની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. જો તમે પ્રકૃતિના અસલ સૌંદર્યના ચાહક હો તો ઇન્દોર પાસેના આ હિડન જેમની મુલાકાત લેવા જેવી છે.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2026 02:19 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK