Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બંગલાદેશની ટીમના મેન્સ T20 વર્લ્ડ કપ 2026માંથી ખસી જવાના વિવાદની તપાસ માટે થઈ ત્રણ સભ્યોની સમિતિની રચના

બંગલાદેશની ટીમના મેન્સ T20 વર્લ્ડ કપ 2026માંથી ખસી જવાના વિવાદની તપાસ માટે થઈ ત્રણ સભ્યોની સમિતિની રચના

Published : 12 May, 2026 03:07 PM | IST | Dhaka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે ICCએ એ માગણીને નકારી કાઢી હતી. વર્લ્ડ કપ બાદ બંગલાદેશમાં નવી સરકાર અને ક્રિકેટ બોર્ડમાં નવી કમિટીનું આગમન થયું છે.

બંગલાદેશની મેન્સ ટીમ

બંગલાદેશની મેન્સ ટીમ


બંગલાદેશ દ્વારા મેન્સ T20 વર્લ્ડ કપ 2026માંથી ખસી જવાના નિર્ણયની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. બંગલાદેશના યુવા અને રમત મંત્રાલયે ભારતમાં તાજેતરમાં પૂરા થયેલા T20 વર્લ્ડ કપ 2026માંથી ખસી જવાના વિવાદની તપાસ માટે આ સમિતિ બનાવી છે. આ કમિટીમાં મંત્રાલયના વહીવટી વિભાગના સચિવ ડૉ. એ.કે.એમ. ઓલીઉલ્લાહ, બંગલાદેશના ભૂતપૂર્વ કૅપ્ટન હબીબુલ બશર અને સુપ્રીમ કોર્ટના વકીલ ફૈઝલ દસ્તગીરને સામેલ કરવામાં આવ્યા છે. આ સમિતિ ટુર્નામેન્ટમાં ન રમવાના નિર્ણય પાછળનાં કારણોની તપાસ કરશે અને નક્કી કરશે કે એમાં કોઈ રાજદ્વારી કે વ્યૂહાત્મક ભૂલો હતી કે નહીં. સમિતિને ૧૫ કાર્યકારી દિવસોમાં મંત્રાલયને એક વ્યાપક અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. બંગલાદેશમાં હિન્દુઓ પરના હુમલાના વિરોધમાં IPL 2026ના એકમાત્ર બંગલાદેશી પ્લેયર મુસ્તફિઝુર રહમાનને ટુર્નામેન્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં બંગલાદેશ ક્રિકેટ બોર્ડ અને સરકારે સુરક્ષા-ચિંતાઓનું કારણ આપીને ભારતની બહાર શ્રીલંકામાં પોતાની મૅચ રમવાની જીદ પકડી હતી. જોકે ICCએ એ માગણીને નકારી કાઢી હતી. વર્લ્ડ કપ બાદ બંગલાદેશમાં નવી સરકાર અને ક્રિકેટ બોર્ડમાં નવી કમિટીનું આગમન થયું છે.

ચોથા દિવસે લગભગ ૪૦ ઓવર વરસાદમાં ધોવાઈ ગઈ, પાકિસ્તાન સામે બંગલાદેશે ૧૭૯ રનની લીડ મેળવી

બંગલાદેશ અને પાકિસ્તાન વચ્ચેની બે મૅચની સિરીઝની પહેલી ટેસ્ટ-મૅચનો સતત બીજો દિવસ વરસાદથી પ્રભાવિત રહ્યો. પહેલી ટેસ્ટ-મૅચના ચોથા દિવસે ૯૦માંથી ૪૮ ઓવરની જ મૅચ રમાઈ હતી અને ૪૦ ઓવરની રમત વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ચોથા દિવસના અંતે બીજા દાવમાં ૫૦.૩ ઓવરમાં ૧૫૩-૩નો સ્કોર કરીને બંગલાદેશે ૧૭૯ રનની લીડ મેળવી લીધી છે. પહેલા દાવમાં બંગલાદેશે ૪૧૩ અને પાકિસ્તાને ૩૮૬ રન રન કર્યા હતા. ચોથા દિવસે ૧.૫ ઓવરમાં ૭-૦ના સ્કોરથી રમતની શરૂઆત કરનાર બંગલાદેશે ૧૦.૫ ઓવરમાં ૨૩ રનમાં બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવી દીધી હતી. ત્રીજા ક્રમના બૅટર મોમિનુલ હકે ૧૨૦ બૉલમાં ૪ ફોરની મદદથી ૫૬ રન કરીને મજબૂત સ્કોરનો પાયો નાખ્યો હતો. કૅપ્ટન નઝમુલ હુસેન શાન્તો ૧૦૫ બૉલમાં ૬ ફોરની મદદથી ૫૮ રન કરીને પિચ પર ટકી રહ્યો હતો. પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ અબ્બાસ અને હસન અલીએ ૧-૧  વિકેટ લીધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2026 03:07 PM IST | Dhaka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK