Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Travelogue

લેખ

લોસ એન્જલસના બીચ સિટીમાં તમારે વેકેશનના માટે શ્રેષ્ઠ વિકલ્પો છે

લોસ એન્જલસનું બીચ સિટી સેન્ટા મોનિકા એટલે શાંતિ અને લક્ઝરીનો સમન્વય

સેન્ટા મોનિકામાં શોપિંગ, ઇટિંગ, ડ્રિંકિંગ અને સ્ટેના બહુ જ સારા વિકલ્પો મળી શકે એમ છે, જાણો તમારે કયા સ્પૉટ્સ મિસ ન કરવા જોઈએ

28 April, 2025 03:39 IST | Californial | Gujarati Mid-day Online Correspondent
વૉશરૂમ વાપરવાની રસીદ

ઇમર્જન્સીમાં બાથરૂમ જવું પડ્યું તો હોટેલે પકડાવ્યું ૮૦૫ રૂપિયાનું બિલ

રાજસ્થાનના સુપ્રસિદ્ધ ખાટૂ શ્યામ મંદિરમાં જઈ રહેલી એક મહિલાએ તેના પરિવાર સાથે થયેલી એક વિચિત્ર ઘટના સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. તેણે લખેલી વાતથી સોશ્યલ મીડિયા પર માનવતાના મુદ્દે ચર્ચા છેડાઈ ગઈ છે.

28 April, 2025 11:50 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
કેલિફોર્નિયાના આ સ્થળો ફિલ્મોના શૂટ માટે બહુ પ્રચલિત છે

સિનેમેટિક રોડ ટ્રીપ: કેલિફોર્નિયામાં આઇકોનિક હોલીવુડ મૂવીના શૂટ સ્પોટ્સ જુઓ

એવી શક્યતા છે કે તમારી મનપસંદ હોલીવુડ ફિલ્મોની સિનેમેટિક ક્ષણો કેલિફોર્નિયામાં શૂટ કરવામાં આવી હોય - ઇન્ડિયાના જોન્સ, આયર્ન મેન, લા લા લેન્ડ અને મિશન ઇમ્પોસિબલ III જેવી ફિલ્મો કેલિફોર્નિયામાં શૂટ થઇ છે

16 April, 2025 07:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લ્યુઇસિયાના તેની ખાણી પીણીની પરંપરાઓ માટે બહુ પ્રખ્યાત છે - તસવીર સૌજન્ય લ્યુઇસિયાના ઑફિસ ઑફ ટુરિઝમ

લ્યુઇસિયાનામાં કુકિંગનો અનુભવ લેવો હોય તો આ જગ્યાઓ છે હોટ ફેવરિટ

લ્યુઇસિયાનાના કલિનરી વિકાસની વાત કરીએ તો પારંપરિક ક્રેઓલ અને કેજુન તો કાયમી છે, હા તેમાં ક્યારેક ખાસ ટ્વીસ્ટ હોય છે જેથી આધુનિક ડિશ બને છે. જેમને રાંધણકળામાં રસ હોય તેમને માટે અહીં ઘણી તકો છો કારણકે અહીં ઘણી કુકિંગ સ્કૂલ્સ અને ઇન્સ્ટિટ્યૂટ્સ છે

15 April, 2025 03:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

એડલર પ્લેનેટોરિયમ શિકાગો

Illinois Summer Magic: કુદરતી સૌંદર્ય, લક્ઝરી અને આઉટડોર એક્ટિવિટી માટે આદર્શ

ઇલિનોઇસનો ઉનાળો એટલે મિડલવેસ્ટના સૂર્યની ગરમીની મજા, જેમાં દરેક જણા શિકાગોના લેકફ્રન્ટ પર આઉટડોર રમતો જોવા આવે અથવા તો ગ્રેટ રિવર રોડ પર મનોહર ડ્રાઇવ કરવા લોકોને લલચાવે. શહેરની દોડધામથી દૂર લઇ જાય એવા આ અનુભવો ફેમિલી અને દોસ્તો સાથે માણવા જેવા હોય છે. તેમાં ઈતિહાસ, સંસ્કૃતિ પણ ભરપુર છે અને તે જ અહીંના ઉનાળાનો રોમાંચ છે. શિકાગોના લેકફ્રન્ટ અને મ્યુઝિયમ કેમ્પસની મુલાકાત મજેદાર જ હોય. લેક મિશિગન ઉનાળામાં ભવ્ય દેખાય છે અને લેક ફ્રન્ટ ટ્રેલ પણ તેના કિનારે 18 માઇલની બાઇક ટ્રેલ અને 18.5 માઇલની પેડેસ્ટ્રિયન ટ્રેલ ઑફર કરે છે જેમાં અત્યંત રમણીય દ્રશ્યો જોવા મળે છે. ચાલવા, ટહેલવા અને બાઇક રાઇડિંગથી માંડીને પિકનિક કરવા માટે અહીં મજાના સ્પૉટ્સ છે.

13 May, 2025 05:22 IST | Chicago | Gujarati Mid-day Online Correspondent
ફિલાડેલ્ફિયાનો ઉનાળો અઢળક વિકલ્પોથી  ભરપૂર

Summer in Philadelphia: સંગીત, ખાણી-પીણી, રમત-ગમત અને રોમાન્સ, જે માગો એ હાજર

સાંસ્કૃતિક ઉજવણીઓ, યાદગાર તહેવારો અને મજેદાર પૉપ-અપ્સ એ ફિલાડેલ્ફિયાની સમર સિઝનનો અનુભવ લેવાની ઘણી બાબતોમાંના કેટલાક જાણીતા વિકલ્પો છે. ફિલાડેલ્ફિયા સમર માટે કેમ અલ્ટિમેટ ડેસ્ટિનેશન છે એ જાણવા માટે હાજર છે શ્રેષ્ઠ વિકલ્પો આઉટડોર એક્ટિવિટીઝના. વાઇબ્રન્ટ આઉટડોર્સ – જ્યારે સુરજ પ્રકાશતો હોય ત્યારે આઉટડોર જવા માટે ફિલાડેલ્ફિયા બેસ્ટ છે. ફાઉન્ટેન શોઝ, મીની ગોલ્ફ, ડાન્સ લેસન્સ અને બીજી ફેમિલી ફ્રેન્ડલી એક્ટિવિટી તમે ફ્રેન્કલીન સ્ક્વેરમાં કરી શકશો. જૂનમાં શરૂ થતો વાર્ષિક ચાઇનિઝ લેન્ટર્ન ફેસ્ટિવલ સાંજે માણવાનું ચૂકતા નહીં જ્યારે એલઈડી લાઇટ્સથી સજાવેલા હજારો લેન્ટર્ન્સ ફ્રેન્કલીન સ્કેવરને ટેક્નિકલરમાં ફેરવી નાખે છે

13 May, 2025 03:29 IST | Philadelphia | Gujarati Mid-day Online Correspondent
ફૂડ ફેસ્ટિવલ્સમાં સિગ્નેચર ડિશીઝથી માંડીને અનેક નવી વેરાયટીઝ માણી શકાય છે

ફેસ્ટિવ ફિએસ્ટાઃ લુઇઝિયાનાના સ્પ્રિંગ ફેસ્ટિવલ વિશે જાણવા જેવું

લુઇઝિયાનાને વિશ્વનું સૌથી વધુ તહેવારો ધરાવતું સ્ટેટ હોવાથી ફેસ્ટિવ કેપિટલ ઑફ ધી વર્લ્ડ કહી શકાય. અહીં 400થી વધુ તહેવારો ઉજવાય છે અને આખું વર્ષ કોઇને કોઇ ઉજવણી ચાલતી રહે છે. વસંત એટલે કે સ્પ્રિંગની ઋતુ આવે એટલે ખાણીપીણી, હેરિટેજ જેવી ઘણી બધી બાબતો માણી શકાય એવો માહોલ ખડો થાય છે. લોકો જોડાય છે, કોમ્યુનિટી સ્પિરિટ ઘડાય છે અને સૌ સમૃદ્ધ વારસો માણે છે. તસવીર સૌજન્ય - લુઇઝિયાના ઑફિસ ઑફ ટુરિઝમ

06 February, 2025 01:47 IST | Louisiana | Gujarati Mid-day Online Correspondent
ફિલાડેલ્ફિયામાં કપલ્સ માટે એક્ટિવિટીઝ અને અનુભવોનાં ઘણાં વિકલ્પો છે

રોમેન્ટિક ફિલાડેલ્ફિયાઃ કપલ્સ ડેટ પ્લાન કરવાના શ્રેષ્ઠ સ્પોટ્સ અને અનુભવો

ફિલાડેલ્ફિયા એક રોમેન્ટિક શહેર છે જેમાં કપલ્સ માટે અસંખ્ય અવિસ્મરણીય અનુભવો છે. લક્ઝરી હોટલોમાં કૉકટેલ પીવાથી લઈને સૂર્યાસ્ત સમયે રોમેન્ટિક પિકનિકનો આનંદ માણવા સુધી, આ શહેર હનીમૂન અથવા ડેટ પર યુગલો માટે શ્રેષ્ઠ અનુભવો પ્રદાન કરે છે. (તસવીર સૌજન્ય પીઆર)

31 January, 2025 01:20 IST | Philadelphia | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

સાફ પાણી, સુંદર સૂર્યાસ્તનું દ્રશ્ય, બોટિંગથી સુસજ્જ છે આ પહલો બ્લુ ફ્લેગ બીચ

સાફ પાણી, સુંદર સૂર્યાસ્તનું દ્રશ્ય, બોટિંગથી સુસજ્જ છે આ પહલો બ્લુ ફ્લેગ બીચ

શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ ગુજરાતનો પહેલો બ્લુ ફ્લેગ બીચ બન્યો છે અને આ બીચ ભગવાન શ્રી દ્વારકાધીશની નગરી દ્વારકાથી માત્ર 12 કિમીના અંતરે આવેલો છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ તેમના પરિવાર સાથે અહીં આવે છે અને તેમની રજાઓનો આનંદ માણે છે. ગુજરાત ટુરીઝમ અને ભારત સરકારના સંયુક્ત પ્રયત્નોથી આ બીચનો વધુ વિકાસ કરવામાં આવી રહ્યો છે, જેથી મુલાકાત લેનાર દરેક લોકોને બીચનો સંપૂર્ણ આનંદ મળે. શિવરાજપુર બીચને 2020માં બ્લુ ફ્લેગ બીચનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. બ્લુ ફ્લેગ બીચ એવોર્ડ વિવિધ પાસાઓને આવરી લેતા 32 વિવિધ માપદંડોના પાલન કર્યા બાદ આપવામાં આવે છે. બ્લુ ફ્લેગ એ ડેનમાર્કમાં હેડ-ક્વોટર બેસ ધરાવતી એક બિન-સરકારી, બિન-લાભકારી સંસ્થા, FEE દ્વારા માલિકી ધરાવતો અને સંચાલિત અગ્રણી આંતરરાષ્ટ્રીય ઇકો-સર્ટિફિકેશન પ્રોગ્રામ છે.

23 May, 2024 01:02 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK