Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચોથા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને ગણિતમાં ૨૦૦માંથી ૨૧૨ ગુણ મળ્યા : ગુજરાતની શાળાનો છબરડો થયો વાઇરલ

ચોથા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને ગણિતમાં ૨૦૦માંથી ૨૧૨ ગુણ મળ્યા : ગુજરાતની શાળાનો છબરડો થયો વાઇરલ

08 May, 2024 09:59 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાળાએ બાદમાં ભૂલ સ્વીકારીને ગુજરાતી અને ગણિત માટે અનુક્રમે ૧૯૧ અને ૧૯૦ માર્ક આપ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


ગુજરાતના દાહોદ જિલ્લામાં ચોથા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીની માર્કશીટ વાઇરલ બની છે. વંશી મનીષ ઝાલોદ તાલુકાના ખરસાણા ગામમાં એક પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. વંશીને જ્યારે પરીક્ષાનું પરિણામ મળ્યું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, કેમ કે તેણે બે વિષયમાં મેળવેલા ગુણ કુલ ગુણ કરતાં વધારે હતા. વિદ્યાર્થિનીને ગુજરાતી અને ગણિતમાં ટોટલ ૨૦૦માંથી અનુક્રમે ૨૧૧ અને ૨૧૨ માર્ક મળ્યા હતા. શાળાએ બાદમાં ભૂલ સ્વીકારીને ગુજરાતી અને ગણિત માટે અનુક્રમે ૧૯૧ અને ૧૯૦ માર્ક આપ્યા હતા, પણ આ ભૂલ સોશ્યલ મીડિયા પરથી તો કઈ રીતે ભૂંસાય? હાલમાં યુઝર્સ સોશ્યલ મીડિયા પર માર્કશીટને લઈને રમૂજ કરી રહ્યા છે અને શિક્ષણની ગુણવત્તા પર સવાલ ઉઠાવી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 09:59 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK