વારાણસીના કેટલાય મુસ્લિમ પરિવારોએ કુરબાની માટે બકરાની જગ્યાએ આ કેક કાપીને ઈદ મનાવી હતી.
બકરાનો બલિ નહીં, બકરા કેક કાપી
બકરી ઈદ પર માસૂમ પ્રાણીનો બલિ ચડાવવાની પ્રથા બંધ થાય એ માટે અનેક હિન્દુ સંગઠનો દ્વારા જાતજાતના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નાગપુરમાં માટીના ઇકો-ફ્રેન્ડ્લી બકરા વેચાયા હતા અને હવે વારાણસી અને ઉત્તર પ્રદેશનાં ઘણાં શહેરોમાં બકરા કેક વેચાઈ રહી છે. એમાં કેકની ઉપર બકરાનો ફોટો પ્રિન્ટ કરવામાં આવ્યો છે. વારાણસીની પ્રિન્સ બેકરીના માલિક પ્રિન્સ દાસ ગુપ્તાએ ખાસ બકરી ઈદ માટે આ કેક ડિઝાઇન કરાવી હતી અને ગઈ કાલે એની જબરી ડિમાન્ડ નીકળી હતી. વારાણસીના કેટલાય મુસ્લિમ પરિવારોએ કુરબાની માટે બકરાની જગ્યાએ આ કેક કાપીને ઈદ મનાવી હતી. ચૉકલેટ, વૅનિલા, સ્ટ્રૉબેરી અને વિવિધ ફ્રૂટ ફ્લેવરમાં ૪૦૦થી ૧૦૦૦ રૂપિયાની કેક સૌથી વધુ વેચાઈ હતી.

