આખું ગામ બળી ગયું, પણ આ મંદિર લાકડાનું હોવા છતાં બચી ગયેલું. ત્યારથી આ મંદિરનું મહાત્મ્ય વધી ગયું હતું.
મૂછોવાળા કૃષ્ણનું મંદિર
મધ્ય પ્રદેશના ઇન્દોર જિલ્લામાં ગિરોતા નામે એક ટચૂકડું ગામ છે. આ ગામ અનોખા શ્રીકૃષ્ણ માટે જાણીતું છે. જન્માષ્ટમીના દિવસે અહીં દૂર-દૂરથી ખાસ કૃષ્ણનાં દર્શન માટે લોકો આવે છે. એનું કારણ એ છે કે અહીંના કૃષ્ણને મૂછો છે. કેમ અહીંની કૃષ્ણની મૂર્તિને મૂછો છે એનો જવાબ કોઈની પાસે નથી. આ મંદિર અતિ પ્રાચીન એટલે કે લગભગ ૩૦૦ વર્ષ જૂનું છે. ક્યુટ કાળી ભરાવદાર મૂછોને કારણે અહીં ભગવાનજીને મૂછોવાળા કૃષ્ણ પણ કહેવાય છે. જન્માષ્ટમીમાં ગામમાં કૃષ્ણમેળો ભરાય છે. નવાઈની વાત એ છે કે આ મૂર્તિ પ્રાચીન પદ્ધતિથી બનેલા લાકડાના મંદિરમાં પહેલા માળે બિરાજમાન છે. ગામમાં પ્રવેશવાનો મુખ્ય રસ્તો પણ આ મંદિરની નીચેથી જ નીકળે છે જ્યાંથી આખું ગામ મંદિરની નીચેથી પસાર થઈ શકે છે. પહેલાં મંદિરની નીચે લોકો ફાટક લગાવીને એને તાળું લગાવતા હતા જેથી જંગલી જાનવરો ગામમાં ઘૂસી ન શકે. જ્યારે વરસાદ ન આવે ત્યારે ગામલોકો હરે કૃષ્ણ હરે રામનું કીર્તન કરે છે.
આ ગામ એટલે પણ બહુ મહત્ત્વનું છે કેમ કે એક વાર અનહોની દરમ્યાન આખા ગામમાં આગ લાગી હતી. આખું ગામ બળી ગયું, પણ આ મંદિર લાકડાનું હોવા છતાં બચી ગયેલું. ત્યારથી આ મંદિરનું મહાત્મ્ય વધી ગયું હતું.


