Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મેડિકલ સાયન્સમાં બન્યો નવો વર્લ્ડ રેકૉર્ડ : સૂવરની કિડની મૂકીને માણસ ૯ મહિના ડાયાલિસિસ વગર જીવ્યો

મેડિકલ સાયન્સમાં બન્યો નવો વર્લ્ડ રેકૉર્ડ : સૂવરની કિડની મૂકીને માણસ ૯ મહિના ડાયાલિસિસ વગર જીવ્યો

Published : 06 September, 2026 01:48 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેડિકલ સાયન્સમાં નવો વર્લ્ડ રેકૉર્ડ બન્યો, સૂવરની જિનેટિકલી મૉડિફાઇડ કિડની મૂકીને માણસ ૯ મહિના ડાયાલિસિસ વગર જીવ્યો

મેડિકલ સાયન્સમાં બન્યો નવો વર્લ્ડ રેકૉર્ડ

મેડિકલ સાયન્સમાં બન્યો નવો વર્લ્ડ રેકૉર્ડ


તબીબી વિજ્ઞાનના ઇતિહાસમાં એક ખૂબ જ મોટો અને ક્રાન્તિકારી ચમત્કાર સર્જાયો છે. ૬૬ વર્ષના ટિમ ઍન્ડ્રુઝ નામના દરદીના શરીરમાં સૂવરની જિનેટિકલી એન્જિનિયર્ડ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી, જેની મદદથી તેઓ સતત ૯ મહિના સુધી ડાયાલિસિસ કરાવ્યા વગર એકદમ સ્વસ્થ જીવન જીવ્યા હતા. આ વૈશ્વિક રેકૉર્ડ બાદ હવે તેમને માનવ-કિડની પણ સફળતાપૂર્વક મળી ગઈ છે.
અમેરિકાની બાયોટેક કંપની eGenesis અને મેસ જનરલ બ્રિગમ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ખાસ કિડનીનું નામ EGEN-2784 છે. સૂવરની આ કિડનીમાં માનવશરીર સાથે મૅચ થાય એ માટે માનવજનીનો (Genes) ઉમેરીને ખાસ ફેરફારો કરવામાં આવ્યા હતા, જેથી માનવશરીર એને રિજેક્ટ ન કરે. આ સફળ પ્રયોગની વિગતો પ્રખ્યાત મેડિકલ જર્નલ ‘ધ લૅન્સેટ’માં પણ પ્રકાશિત થઈ છે.
દુનિયાભરમાં લાખો દરદીઓ કિડની-ફેલ્યરને કારણે માનવ-ઑર્ગનની રાહ જોતાં-જોતાં વર્ષો સુધી ડાયાલિસિસની દર્દનાક પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ સફળતાએ સાબિત કરી દીધું છે કે જ્યાં સુધી માનવ-કિડની ન મળે ત્યાં સુધી સૂવરની જેનિટિકલી મૉડિફાઇડ કિડની દરદીને ડાયાલિસિસ વગર જીવંત રાખી શકે છે. 
eGenesis કંપની હવે ૨૦૨૭થી આ ટેક્નૉલૉજીની મોટા પાયે ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવા જઈ રહી છે, જે ઑર્ગન-શૉર્ટેજની સમસ્યા ઉકેલવામાં ગેમ-ચેન્જર સાબિત થશે.


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2026 01:48 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK