Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ કેવી આસ્થા? માથા પર બાપ્પા સાથે બાઇકરે કર્યા જોખમી સ્ટન્ટ

આ કેવી આસ્થા? માથા પર બાપ્પા સાથે બાઇકરે કર્યા જોખમી સ્ટન્ટ

Published : 16 September, 2026 12:14 PM | IST | Nashik
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભગત સિંહ નામના આ સ્ટન્ટમૅને ગણેશજીની મૂર્તિ માથા પર મૂકીને પૂરપાટ ઝડપે દોડતી બાઇક પર ઊભા રહીને આ જોખમી સ્ટન્ટ કર્યા હતા

સ્ટન્ટમાં યુવકે પોતાની સાથે બાપ્પાની મૂર્તિની ગરિમા અને પવિત્રતાને પણ જાણે દાવમાં મૂકી દીધી છે

અજબ ગજબ

સ્ટન્ટમાં યુવકે પોતાની સાથે બાપ્પાની મૂર્તિની ગરિમા અને પવિત્રતાને પણ જાણે દાવમાં મૂકી દીધી છે


ગણેશોત્સવના પાવન તહેવારના દિવસો દરમ્યાન સોશ્યલ મીડિયા પર લાઇક્સ અને વ્યુઝ મેળવવા માટે લોકો કેટલી હદે જઈ શકે છે એનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માલેગાવના બાઇકર સ્ટન્ટમૅને ગણપતિબાપ્પાની મૂર્તિ સાથે ચાલતી મોટરસાઇકલ પર અત્યંત જોખમી કરતબો કર્યાં છે. ભગત સિંહ નામના આ સ્ટન્ટમૅને ગણેશજીની મૂર્તિ માથા પર મૂકીને પૂરપાટ ઝડપે દોડતી બાઇક પર ઊભા રહીને આ જોખમી સ્ટન્ટ કર્યા હતા. એ સ્ટન્ટમાં યુવકે પોતાની સાથે બાપ્પાની મૂર્તિની ગરિમા અને પવિત્રતાને પણ જાણે દાવમાં મૂકી દીધી છે.

સ્ટન્ટમૅને પહેલાં બાપ્પાની નાની મૂર્તિ પોતાના માથા પર મૂકી દીધી હતી. આટલું ઓછું હોય એમ ચાલતી બાઇકે આ મહાશય સીટ પર બન્ને પગ રાખીને સીધા ઊભા થઈ ગયા અને બૅલૅન્સ જાળવીને તેજ રફ્તારમાં બાઇક ચલાવવા લાગ્યા. જો સંતુલન જરા પણ બગડે તો પોતે પણ નીચે પડી જાય અને મૂર્તિ પણ ખંડિત થાય એટલી રફ્તારમાં તેણે બાઇક દોડાવી-દોડાવીને કરતબ બતાવ્યાં હતાં. જો સહેજ પણ ચૂક થઈ હોત તો બાપ્પાની મૂર્તિ ખંડિત થાત અને યુવકનો જીવ પણ જોખમમાં મુકાઈ જાત.



સોશ્યલ મીડિયા યુઝસે પોલીસતંત્રને ટૅગ કરીને આવા જોખમી સ્ટન્ટ કરનારાઓ વિરુદ્ધ ધાક બેસાડતી કાનૂની કાર્યવાહી કરવાની માગણી કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2026 12:14 PM IST | Nashik | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK