દૂધના ઉત્પાદનમાં ઘટાડો અને પશુપાલકો પાસેથી દૂધ ખરીદવાના ખર્ચમાં થયેલા ભારે વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમૂલ દૂધ
દૂધનું ઉત્પાદન કરતી દેશની અગ્રણી કંપનીઓ અમૂલ અને મધર ડેરીએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બન્ને કંપનીઓએ ૧૨ નવેમ્બરથી (આજથી) દૂધના ભાવમાં પ્રતિ લીટરે બેથી ૬ રૂપિયા સુધીનો વધારો લાગુ કરી દીધો છે. દૂધના ઉત્પાદનમાં ઘટાડો અને પશુપાલકો પાસેથી દૂધ ખરીદવાના ખર્ચમાં થયેલા ભારે વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમૂલના ટોન્ડ દૂધમાં બે રૂપિયા, ફુલ ક્રીમ દૂધમાં ૪ રૂપિયા અને ભેંસના ફુલ ક્રીમ (૬.૫ ટકા ફૅટવાળા) દૂધમાં સૌથી વધુ ૬ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભેંસના ફુલ ક્રીમ દૂધનો ભાવ ૮૦થી વધીને ૮૬ રૂપિયા થઈ ગયો છે. મધર ડેરીનું પૅકેટવાળું ફુલ ક્રીમ દૂધ હવે ૭૨ની જગ્યાએ ૭૬ રૂપિયામાં, જ્યારે ટોન્ડ દૂધ ૬૦ ને બદલે ૬૨ રૂપિયામાં મળશે. ગાયનું દૂધ ૬૨ રૂપિયાથી વધીને ૬૫ રૂપિયા પ્રતિ લીટર થયું છે.
