Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહાબળેશ્વરમાં ઓછા વરસાદને કારણે સ્ટ્રૉબેરીઝના વાવેતરમાં ૪૦ ટકાનો ઘટાડો

મહાબળેશ્વરમાં ઓછા વરસાદને કારણે સ્ટ્રૉબેરીઝના વાવેતરમાં ૪૦ ટકાનો ઘટાડો

Published : 12 November, 2026 08:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વર્ષે ચોમાસામાં પડેલા ઓછા વરસાદને કારણે મહાબળેશ્વરમાં સ્ટ્રૉબેરીઝના વાવેતર વિસ્તારમાં ૪૦ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશની કુલ સ્ટ્રૉબેરીઝનું ૮૦ ટકા ઉત્પાદન કરતા મહારાષ્ટ્રનાં પ્રખ્યાત હિલ-સ્ટેશન મહાબળેશ્વર અને પંચગનીના ખેડૂતો અનિશ્ચિત શિયાળા તરફ આગળ વધી રહ્યા છે. આ વર્ષે ચોમાસામાં પડેલા ઓછા વરસાદને કારણે મહાબળેશ્વરમાં સ્ટ્રૉબેરીઝના વાવેતર વિસ્તારમાં ૪૦ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે ૭૨૦ હેક્ટરમાં થતી વાવણીને બદલે આ વર્ષે ૨૮૦ હેક્ટર જમીનમાં જ વાવેતર થયું છે.
મહાબળેશ્વર અને પંચગની વિસ્તારમાં ચોમાસા દરમ્યાન સામાન્ય રીતે સરેરાશ ૫૪૩૮ મિલીમીટર વરસાદ નોંધાતો હોય છે જેની સામે આ વર્ષે માત્ર ૩૫૬૪ મિલીમીટર વરસાદ પડ્યો છે. પાણીની આ અછતને લીધે ખેડૂતોને વાવેતર સીમિત રાખવાની ફરજ પડી છે. 
આ ઉપરાંત ઓછા વરસાદને કારણે જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં પાણીની અછત ઊભી થવાના અણસાર છે. આ જ સમય સ્ટ્રૉબેરીઝની ખેતી માટે મહત્ત્વનો છે જેને કારણે સ્ટ્રૉબેરીઝની ખેતી કરતા આશરે ૬૦૦૦ પરિવારોને મોટું આર્થિક નુકસાન થશે.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK