આ મૂર્તિઓને બંગાળી કારીગરોએ તૈયાર કરી છે
Offbeat
ભગવાન શ્રીગણેશની ૧૦૮ અલગ-અલગ સ્વરૂપની મૂર્તિઓ
ઇન્દોરમાં ગણેશોત્સવમાં અલગ-અલગ પ્રકારના પંડાલ જોવા મળે છે. આ સિટીની જયરામપુર કૉલોનીમાં એક પંડાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે જ્યાં ભગવાન શ્રીગણેશનાં ૧૦૮ જુદાં-જુદાં સ્વરૂપોને રજૂ કરવામાં આવ્યાં છે. ભગવાન શ્રીગણેશનાં આ ૧૦૮ અલગ-અલગ સ્વરૂપોમાં શંખથી બનેલા, રીંગણમાંથી બનેલા, એક ક્રિકેટર તરીકે, ફ્રીડમ ફાઇટર સુભાષ ચન્દ્ર બોઝ, સાંઈબાબા, ભગવાન શિવ, શ્રીકૃષ્ણ, શિવાજી મહારાજ સ્કૂલ બૉય અને અન્ય અનેક સ્વરૂપોમાં મૂર્તિઓ સામેલ છે. જયરામ કૉલોનીની સાર્વજનિક ઉત્સવ સમિતીનિ સચિવ અનિલ આગાએ કહ્યું હતું કે ‘અમે છેલ્લાં ૪૦ વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરી રહ્યા છીએ. દર વર્ષે અમે અલગ-અલગ થીમ પર ભગવાન શ્રીગણેશની મૂર્તિની સ્થાપના કરીએ છીએ. આ વર્ષે ભગવાન શ્રીગણેશને ૧૦૮ અલગ-અલગ સ્વરૂપ આપવામાં આવ્યાં છે.’
આ મૂર્તિઓને બંગાળી કારીગરોએ તૈયાર કરી છે.