રેસ્ક્યુ ટીમે એને પકડીને જંગલમાં છોડી દીધો હતો
એક વ્યક્તિ વહેલી સવારે ટૉઇલેટ ગઈ અને લાઇટ કરી તો કમોડની અંદરથી કંઈક વિચિત્ર કાળી દોરી જેવું બહાર આવેલું દેખાયું
રાજસ્થાનના અજમેરમાં તીર્થનગરી પુષ્કરમાં એક હોટેલના ટૉઇલેટ કમોડમાંથી ફેણ કાઢીને નીકળેલો કોબ્રા જોઈને ચકચાર મચી ગઈ હતી. એક વ્યક્તિ વહેલી સવારે ટૉઇલેટ ગઈ અને લાઇટ કરી તો કમોડની અંદરથી કંઈક વિચિત્ર કાળી દોરી જેવું બહાર આવેલું દેખાયું. નજીક જઈને જોતાં સમજાઈ ગયું કે આ સાપ છે. તરત જ હોટેલના સ્ટાફને ઇન્ફૉર્મ કરતાં તેમણે સર્પમિત્રને બોલાવ્યો હતો. જ્યારે સર્પમિત્ર સાપ પકડવા આવ્યો ત્યારે કમોડ પણ ફેણ લગાવીને ફૂંફાડો મારવાની તૈયારીમાં કોબ્રા દેખાયો હતો. રેસ્ક્યુ ટીમે એને પકડીને જંગલમાં છોડી દીધો હતો.


