અહીં ચીનની આઇવરી કેરી, અમેરિકાની બ્લૅક મૅન્ગો અને ટૉમી ઍટકિન્સ, જપાનની એગ ઑફ સન, મલેશિયાની જમ્બો ગ્રીન, નેપાલની કેસર બદામ સહિત કેરીની વિવિધ જાતની ખેતી થાય છે.
અજબ ગજબ
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના જબલપુરમાં એક ખેડૂતે ફળોના રાજાની સુરક્ષા માટે Z+ લેવલની સિક્યૉરિટી તહેનાત કરી છે. સામાન્ય રીતે આવી ચુસ્ત સુરક્ષા દેશના વડા પ્રધાન, રાષ્ટ્રપતિ અને VIPને મળતી હોય છે. જોકે અહીં કેરીનાં ઝાડ પણ કોઈ VIPથી કમ નથી. હિનોટા ગામમાં રહેતા ૪૯ વર્ષના સંકલ્પ પરિહારના ખેતરમાં જપાનની મિયાઝાકી કેરીનાં ઝાડ છે જે ‘આમ’ની સૌથી મોંઘી જાત કહેવાય છે. મિયાઝાકી કેરી બજારમાં ૨.૫ લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. પરિહારના ખેતરમાં વિદેશી બ્રીડના ૧૧ ખૂંખાર ડૉગ્સ આંબાનાં ઝાડની રક્ષા કરે છે. આ ઉપરાંત બગીચાની આસપાસ ચોકીદારો અને CCTV કૅમેરા પણ મૂકવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે તેમનું મહાકાલ હાઇબ્રિડ ફાર્મહાઉસ કેરીનું અભયારણ્ય બની ગયું છે. અહીં ચીનની આઇવરી કેરી, અમેરિકાની બ્લૅક મૅન્ગો અને ટૉમી ઍટકિન્સ, જપાનની એગ ઑફ સન, મલેશિયાની જમ્બો ગ્રીન, નેપાલની કેસર બદામ સહિત કેરીની વિવિધ જાતની ખેતી થાય છે.