Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હવામાં ૫૨૫ ફુટ ઊંચે એક પાતળા દોરડાને પાર કર્યું આ જાંબાઝે

હવામાં ૫૨૫ ફુટ ઊંચે એક પાતળા દોરડાને પાર કર્યું આ જાંબાઝે

Published : 02 October, 2026 03:21 PM | IST | South Korea
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુરુવારે બપોરે હવામાં ૫૨૫ ફુટ ઊંચે બાંધેલી એક પાતળી દોરી પર સંતુલન જાળવીને ચાલવાનો સ્ટન્ટ સફળતાપૂર્વક કર્યો હતો. આ કરતબ જોવા માટે મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ હતી. 

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


સાઉથ કોરિયાના ત્રણ વાર વર્લ્ડ ચૅમ્પિયન રહી ચૂકેલા જાન રુઝ નામના જાંબાઝે સોલ શહેરમાં ગુરુવારે બપોરે હવામાં ૫૨૫ ફુટ ઊંચે બાંધેલી એક પાતળી દોરી પર સંતુલન જાળવીને ચાલવાનો સ્ટન્ટ સફળતાપૂર્વક કર્યો હતો. આ કરતબ જોવા માટે મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ હતી. 
બે ઊંચાં બિલ્ડિંગોની વચ્ચે ૧૬૦ મીટર લાંબી દોરી બાંધવામાં આવી હતી. રુઝ દોરડા પર ચાલવાના ત્રણ રેકૉર્ડ બનાવી ચૂક્યા છે. દોરડા પર ચાલતી વખતે હવા પણ ખૂબ હતી. પવનને કારણે જ્યારે રુઝ સંતુલન માટે આમથી તેમ ડોલતો ત્યારે નીચે ઊભેલી પબ્લિકમાં પણ રોમાંચ ફરી વળતો હતો. આટલું સાહિસક કામ પૂરું કર્યાં પછી રુઝ કહે છે, ‘મને પણ ડર લાગે છે. ઊંચાઈથી હું પણ થથરું છું, પરંતુ એ થથરાટ અનુભવ્યા પછી સ્ટન્ટ પૂરો થાય ત્યારે બહુ મજા આવે છે.’
દોરડું પાર કરી લીધા પછી તેણે હવામાં જ અલગ-અલગ પોઝ આપ્યા હતા. આ પોઝ પણ ડરામણા હતા. ૧૬૦ મીટરનું દોરડું રુઝે ૧૫ મિનિટમાં પાર કરી લીધું હતું અને સામેના બિલ્ડિંગ પર પહોંચી ગયો હતો. જોકે એ પછી તે દોરડા પર પાછો આવ્યો હતો અને એ વખતે તેણે પાછા પગે ચાલવા અને બૅકવર્ડ બેન્ડિંગ જેવા સ્ટન્ટ કરીને જનતાનું મનોરંજન કર્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2026 03:21 PM IST | South Korea | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK