કાર્યક્રમમાં કેટલાક પત્રકારોએ તેમને પૂછ્યું હતું કે જો તમે ગાયક ન હોત તો શું બન્યા હોત? ત્યારે મનહરભાઈએ કહેલું
મનહર ઉધાસ
ગુજરાતી સુગમ અને ગઝલના બેતાજ બાદશાહ એવા મનહર ઉધાસ થોડા દિવસ પહેલાં વડોદરામાં એક ગરબાના કાર્યક્રમમાં ગયા હતા, ત્યાં તેમણે ‘દીકરી મારી લાડકવાયી ...’ ગીત ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. આ કાર્યક્રમમાં કેટલાક પત્રકારોએ તેમને પૂછ્યું હતું કે જો તમે ગાયક ન હોત તો શું બન્યા હોત? ત્યારે મનહરભાઈએ કહેલું, ‘મેં તો સ્વપ્નેય નહોતું વિચાર્યું કે હું સિંગર બનીશ. હું તો મિકૅનિકલ એન્જિનિયર હતો અને એક સાદી નોકરી કરતો હતો. કલ્યાણજીભાઈ જે ગીતો કમ્પોઝ કરતા એ હું જસ્ટ ગાતો. એક વાર કલ્યાણજીભાઈએ મને જસ્ટ કમ્પોઝિશન કેવું લાગે છે એ જોવા મારી પાસે ગીત ગવડાવ્યું ને એમ મારી સિંગર તરીકેની કરિયર શરૂ થઈ.’


