નાગપુરના એક એટિકેટ કોચ પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસમાં કાંટા-ચમચીથી કઈ રીતે ખવાય એ શીખવતા હતા
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
નાગપુરના એક એટિકેટ કોચ પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસમાં કાંટા-ચમચીથી કઈ રીતે ખવાય એ શીખવતા હતા. ફાઇવસ્ટાર હોટેલમાં જાઓ તો હાથેથી ચીજો ખાવાને બદલે કઈ રીતે કાંટા-ચમચી વાપરવાં એ આપણી ઇન્ડિયન સભ્યતામાં ઊછરેલા લોકોએ અલગથી શીખવું પડે છે. જોકે એ કળા વિદેશી વાનગીઓ માટે હોય, આપણી ડિશીઝ માટે પણ કાંટા-ચમચી વાપરવાની? નાગપુરવાળા કોચ એક વિડિયોમાં સમોસું કઈ રીતે ફૉર્ક અને ચપ્પુની મદદથી ખવાય એની ટેક્નિક શીખવી રહ્યા છે. આ વિડિયો બે કારણસર વાઇરલ થયો છે. એક તો કોચે બહુ ઇમ્પ્રેસિવ રીતે સમોસાને ફૉર્કથી ખાવાની ટેક્નિક શીખવી છે. અનેક લોકોએ એની સરાહના કરી છે. જોકે મોટા ભાગના લોકોને આઘાત લાગ્યો છે કે આપણું ઇન્ડિયન સમોસું પણ આવી રીતે ચમચીથી કાપીને ખાવાનું?


