ખાસ કરીને મોટી પૂનમ હોય ત્યારે દરિયામાં મોટી ભરતી આવે છે. જોકે કિયાનતાંગ નદી પાસે એક ખૂબ સાંકડી ખાડી છે
કિયાનતાંગ નદી
સામાન્ય રીતે દરેક નદીઓનું વહેણ દરિયા તરફનું હોય છે, પણ ચીનમાં કિયાનતાંગ નદી પર એક એવી ઘટના બને છે જેને કારણે દરિયા તરફથી પાણી નદી તરફ વહેલા માંડ્યું હોય એવું દૃશ્ય સર્જાય છે. આ ઘટનાને સ્થાનિક લોકો સિલ્વર ડ્રૅગન કહે છે. ખાસ કરીને મોટી પૂનમ હોય ત્યારે દરિયામાં મોટી ભરતી આવે છે. જોકે કિયાનતાંગ નદી પાસે એક ખૂબ સાંકડી ખાડી છે. આ ખાડીમાં પૂર્ણિમાના દિવસે ખૂબ ઊંચાં મોજાં ઊછળે છે. ૩૦ ફુટ જેટલાં ઊંચાં મોજાને કારણે આ પાણી લગભગ ૧૨થી ૧૬ કિલોમીટર દૂર સુધી ફેંકાય છે. આ જગ્યાની ભૌગોલિક સંરચનાને કારણે ખૂબ ઊંચાં મોજાં ઊછળે છે એને કારણે પાણી નદીમાં પાછું વહેતું હોય એવાં દૃશ્યો સર્જાય છે. સ્થાનિક લોકોમાં આને સિલ્વર ડ્રૅગન ઘટના કહેવાય છે અને અવળી દિશામાં મોજાં ઊછળતાં જોવા માટે ખાસ વેવ વૉચિંગ ફેસ્ટિવલમાં હજારો દર્શકો આવે છે.


