છત્તીસગઢના કોંડા ગામમાં રહેતા કુંભાર અશોક ચક્રધારીએ નવતર પ્રકારનો દીવો બનાવ્યો છે. ગજબની ટેક્નિકથી દીવો બનાવ્યો છે એટલે ૨૦થી ૨૪ કલાક સુધી એ પ્રજ્વલિત રહે છે.
કુંભાર અશોક ચક્રધારીએ નવતર પ્રકારનો દીવો બનાવ્યો
છત્તીસગઢના કોંડા ગામમાં રહેતા કુંભાર અશોક ચક્રધારીએ નવતર પ્રકારનો દીવો બનાવ્યો છે. ગજબની ટેક્નિકથી દીવો બનાવ્યો છે એટલે ૨૦થી ૨૪ કલાક સુધી એ પ્રજ્વલિત રહે છે. માટીના આ દીવામાં તેલ ખેંચવાની વિશિષ્ટતાને કારણે લોકો એને ‘જાદુઈ દીવો’ કહે છે. ચક્રધરે યુટ્યુબ પર થોડા વિડિયો જોઈને ત્રીજા પ્રયત્ને આ દીવો બનાવ્યો છે. આ દીવો સામાન્ય દીવડા જેવો નથી, એના ત્રણ ભાગ છે. પહેલા ભાગમાં દીવો છે. બીજામાં ગુંબજ જેવો ભાગ છે, એમાં તેલ પૂરવાનું હોય છે અને ત્રીજા ભાગમાં ટ્યુબ જેવી ડિઝાઇન છે. એ ટ્યુબ દીવા અને ગુંબજને જોડવાનું કામ કરે છે. ટ્યુબમાં એક નાનકડું કાણું હોય છે અને પાછળના ભાગમાં હૅન્ડલ પણ હોય છે. ગુંબજમાંથી ટોટીમાં થઈને તેલ દીવામાં આવે છે.


