બિહારના કમલકાંત મિશ્રાને ૨૦૨૦માં કરૈત સાપે ડંખ માર્યો હતો. ગંભીર સ્થિતિ બાદ તેઓ લગભગ એક વર્ષ કોમામાં રહ્યા અને ૭ ઑપરેશન બાદ હવે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.
સાપ કરડ્યા પછી ૧ વર્ષ કોમામાં રહ્યા, ૭ ઑપરેશન પછી મોતના મોંમાંથી બહાર આવ્યા આ ભાઈ
બિહારના શિવહરમાં ખૂબ ઝેરી ગણાતો કરૈત સાપ કમલકાંત નામના ખેડૂતને કરડ્યો હતો. ૨૦૨૦ની આ ઘટના હતી. સાપ કરડ્યા પછી બેથી અઢી કલાકમાં જ તેમની પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ અને તેઓ બેભાન થઈ ગયા. પ્રાથમિક ઉપચાર શરૂ કર્યો એટલામાં જ તેમના શ્વાસ થંભી ગયા. ડૉક્ટરોએ એક તબક્કે મૃત ઘોષિત કરી દીધા હતા એમ છતાં ઍન્ટિ-વેનમ ઇન્જેક્શન આપવાનો આગ્રહ રાખવામાં આવ્યો. ઇન્જેક્શન આપીને કમલકાંતની પત્ની તેમને મોટી હૉસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડૉક્ટરોએ તેમને કોમામાં સરી પડ્યા હોવાનું જણાવ્યું. લગભગ ૧ આખું વર્ષ તેઓ કોમામાં હતા. એ પછી જ્યારે ભાનમાં આવ્યા ત્યારે રીહૅબિલિટેશન માટેની સારવાર શરૂ થઈ. તેમના પર ૭ ઑપરેશન થયાં અને હવે તેઓ સ્વસ્થ છે. કમલકાંત મિશ્રાની પત્નીના વિશ્વાસે તેમને ફરી જીવન આપ્યું છે એવું ડૉક્ટરોનું કહેવું છે.
