થોડા સમય પહેલાં પાનમસાલા અને કરિયાણું ભરીને ગામડાંઓમાં વેચાતા ઝોળા અમેરિકામાં સ્ટાઇલિશ બૅગ તરીકે વેચાતા હોવાનું જાણવા મળ્યું હતું.
સ્ટાઇલિશ બૅગ
થોડા સમય પહેલાં પાનમસાલા અને કરિયાણું ભરીને ગામડાંઓમાં વેચાતા ઝોળા અમેરિકામાં સ્ટાઇલિશ બૅગ તરીકે વેચાતા હોવાનું જાણવા મળ્યું હતું. જેને આપણે ગામડિયાનો ઝોળો કહીએ એ જ બૅગો અમેરિકામાં સ્ટાઇલિસ્ટ બૅગ તરીકે વેચાતી હતી. જોકે આ વાતમાંથી પ્રેરણા લઈને કલ્પી પણ ન હોય એવી ફૅશનેબલ આઇટમ બહાર પડી છે. એક મૉલની બહાર એક મૉડલ બાસમસી રાઇસના થેલામાંથી સીવેલું જૅકેટ પહેરીને વિડિયો ઉતારી રહી છે. આ વિડિયો જબરદસ્ત વાઇરલ થયો છે એટલું જ નહીં, આ જૅકેટની કિંમત ૨૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૧.૭૦ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. બાસમતી રાઇસ જે જૂટની ગૂણીઓમાં ભરીને હોલસેલ માર્કેટમાં વેચાય છે એ જૂટમાંથી જૅકેટ બનાવવામાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર @thanos_jatt નામના અકાઉન્ટ પરથી આ વિડિયો શૅર થયો છે. એમાં બે છોકરીઓ વાત કરે છે. એક છોકરીએ રાઇસ બૅગનું જૅકેટ પહેર્યું છે અને બીજી અંદાજ લગાવે છે કે આ કોટ કદાચ ૩૦૦ ડૉલરનો હશે. જોકે જેણે જૅકેટ પહેર્યું છે તે છોકરી હસીને કહે છે કે આની કિંમત તો ૨૦૦૦ ડૉલર છે. આ વિડિયો વાઇરલ થયા પછી એક જણે કમેન્ટ કરી હતી કે બાસમતી ડ્રેસ તો નથી પહેરવો, પણ આવી બૅગો વેચીને કમાણી થતી હોય તો કંઈક વિચાર કરી શકાય.


