આનંદ મહિન્દ્રએ આ વિડિયોને પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શૅર કર્યો છે
આનંદ મહિન્દ્રએ આ વિડિયોને પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શૅર કર્યો છે
અનેક લોકોએ સાહસ કરીને માઉન્ટ એવરેસ્ટના શિખરને સ્પર્શ કર્યો છે. જોકે સામાન્ય રીતે એના ટૉપ પરથી કેવો વ્યુ મળે એની મોટા ભાગના લોકો કલ્પના જ કરી શકે છે. આનંદ મહિન્દ્રએ માઉન્ટ એવરેસ્ટના ટૉપ વ્યુનો એક મજેદાર વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. આ વિડિયોમાં માઉન્ટ એવરેસ્ટની ટૉપ પરથી લેવામાં આવેલું ફુટેજ જોવા મળે છે, જેને જોઈને સૌકોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. આનંદ મહિન્દ્રએ આ વિડિયોને પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શૅર કર્યો છે, જેમાં માઉન્ટ એવરેસ્ટના સૌથી ઊંચા શિખરના ટૉપથી ૩૬૦ ડિગ્રી વ્યુ જોવા મળે છે, જેમાં કેટલાક પર્વતારોહકો પણ જોવા મળે છે. આ વિડિયોમાં ભારે પવનનો અવાજ પણ સંભળાય છે. જેનાથી ખ્યાલ આવે છે કે આવા ટૉપ પર રહેવું કેટલું મુશ્કેલ હોય શકે છે. અત્યાર સુધી ૬ લાખથી વધુ લોકોએ આ વિડિયો જોયો છે અને હજારો લોકોએ એને લાઇક કર્યો છે. એક યુઝરે લખ્યું હતું કે ‘આ એ જ જગ્યા છે કે જ્યાં અનેક લોકોનાં સપનાં સાકાર થયાં છે.’ બીજા એક યુઝરે લખ્યું હતું કે ‘આ વાસ્તવમાં સાહસિકતાનું શીખર છે અને એને સર કરવું ખૂબ મુશ્કેલ જણાય છે.’

