Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જયપુરમાં શ્વાનો માટે બન્યો ૩૨ સ્ક્વેર ફુટનો પીત્ઝા

જયપુરમાં શ્વાનો માટે બન્યો ૩૨ સ્ક્વેર ફુટનો પીત્ઝા

Published : 04 August, 2026 05:42 PM | IST | Jaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જયપુરમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ડૉગ બજારમાં શ્વાનો માટે 32 સ્ક્વેર ફૂટનો વિશાળ પિઝ્ઝા બનાવવામાં આવ્યો. આ અનોખી પહેલમાં પાલતુ અને રખડતા કૂતરાઓને પણ પિઝ્ઝા ખવડાવવામાં આવ્યો.

જયપુરમાં શ્વાનો માટે બન્યો ૩૨ સ્ક્વેર ફુટનો પીત્ઝા

જયપુરમાં શ્વાનો માટે બન્યો ૩૨ સ્ક્વેર ફુટનો પીત્ઝા


પાળેલાં પ્રાણીઓ માટેનું માર્કેટ હવે દિવસે ન વધે એટલું રાતે વધી રહ્યું છે. તાજેતરમાં જયપુરમાં યોજાયેલી ઇન્ટરનૅશનલ ડૉગ બાઝાર નામની ઇવેન્ટમાં એનો પરચો જોવા મળ્યો હતો. આ ઇવેન્ટને જયપુર મ્યુનિસિપલ કૉર્પોરેશને પણ સપોર્ટ કર્યો હતો. આ ઇવેન્ટમાં જાતજાતની પેટ પ્રોડક્ટ્સનો મેળાવડો હતો. જાતજાતની પ્રોડક્ટ્સની સાથે અહીં ડૉગીઝને ખાવાપીવાનો જલસો પડી જાય એવા સ્ટૉલ્સ પણ હતા. ‘ધ પૉફી હાઉસ’ નામની એક કંપનીએ ખાસ શ્વાનોને માફક આવે એવો પીત્ઝા બનાવ્યો હતો. ૩૨ સ્ક્વેરફુટનો ચોરસ પીત્ઝા બનાવવા માટે લગભગ અડધો ડઝન શેફ કામે લાગ્યા હતા. ભારતમાં આ પહેલાં શ્વાનો માટે કોઈ વાનગી મોટી માત્રામાં બનાવવાનો રેકૉર્ડ બન્યો નથી. આ ઇવેન્ટમાં અનેક પાળેલાં ડૉગીઓ તેમ જ રખડુ કૂતરાઓને આ પીત્ઝા પ્રાણીપ્રેમીઓએ પોતાના હાથે ખવડાવ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2026 05:42 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK