Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પબ્લિક પાસેથી પૈસા પડાવવા જયપુરમાં નકલી કિન્નરોની ગૅન્ગ બની

પબ્લિક પાસેથી પૈસા પડાવવા જયપુરમાં નકલી કિન્નરોની ગૅન્ગ બની

Published : 25 March, 2026 02:13 PM | Modified : 25 March, 2026 02:24 PM | IST | Jaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જયપુર પોલીસે નકલી ટ્રાન્સજેન્ડર લોકોની એક ગૅન્ગનો પર્દાફાશ કર્યો છે.

નકલી ટ્રાન્સજેન્ડરની ટીમ

નકલી ટ્રાન્સજેન્ડરની ટીમ


જયપુર પોલીસે નકલી ટ્રાન્સજેન્ડર લોકોની એક ગૅન્ગનો પર્દાફાશ કર્યો છે. આ કિન્નરો યુટ્યુબ વિડિયો જોઈને મેકઅપ કરવાનું તેમ જ તાળી પાડવાનું તથા આશીર્વાદ અને શાપ આપવાનું શીખ્યા હતા. આરોપીઓએ એક વાસ્તવિક ટ્રાન્સજેન્ડરને ગૅન્ગ-લીડર તરીકે નિયુક્ત કર્યો હતો, જેને ઉઘરાવવામાં આવેલા પૈસામાંથી એક ભાગ ગુરુદક્ષિણા (ભેટ) તરીકે આપવામાં આવતો હતો. આ ગૅન્ગ દિલ્હી-અજમેર હાઇવે પર લોકોને શાપ આપવાની ધમકી આપીને દર મહિને લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવતી હતી. આ ગૅન્ગ મુખ્યત્વે નવાં વાહનો અને નવપરિણીત યુગલોનાં વાહનોને રોકીને અને તેમને ધમકી આપીને દર મહિને લાખો રૂપિયા ઉઘરાવતી હતી. લોકોની ફરિયાદો બાદ પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરીને આ નકલી કિન્નરોની ગૅન્ગના ૯ લોકોની ધરપકડ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2026 02:24 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK