Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હું ઇચ્છું છું કે ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર્સ આશિષ નેહરા જેટલા આક્રમક બને : શુભમન ગિલ

હું ઇચ્છું છું કે ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર્સ આશિષ નેહરા જેટલા આક્રમક બને : શુભમન ગિલ

Published : 25 March, 2026 03:39 PM | IST | Gujarat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાત ટાઇટન્સે IPL 2026 પહેલાં અમદાવાદમાં ટીમના કેટલાક ફૅન્સ માટે શુભારંભ 2026 નામની નાનકડી ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં ફૅન્સ સિંગર કિંજલ દવે અને ભૂમિ ત્રિવેદીનાં ગીતો પર ઝૂમી ઊઠ્યા હતા.

શુભારંભ ઇવેન્ટમાં ગુજરાત ટીમના માલિકો, કોચિંગ સ્ટાફ અને પ્લેયર્સે પડાવ્યો ગ્રુપ-ફોટો.

શુભારંભ ઇવેન્ટમાં ગુજરાત ટીમના માલિકો, કોચિંગ સ્ટાફ અને પ્લેયર્સે પડાવ્યો ગ્રુપ-ફોટો.


ગુજરાત ટાઇટન્સે IPL 2026 પહેલાં અમદાવાદમાં ટીમના કેટલાક ફૅન્સ માટે શુભારંભ 2026 નામની નાનકડી ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં ફૅન્સ સિંગર કિંજલ દવે અને ભૂમિ ત્રિવેદીનાં ગીતો પર ઝૂમી ઊઠ્યા હતા. પ્લેયર્સ અને કોચે સ્ટેજ પર આવી ઍન્કર મંદિરા બેદીના સવાલોના જવાબ આપી આ સીઝનમાં ટ્રોફી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

કૅપ્ટન શુભમન ગિલે આ ઇવેન્ટમાં કહ્યું કે ‘હું નથી ઇચ્છતો કે મારા ફાસ્ટ બોલરો શાંત રહે. હું ઇચ્છું છું કે તેઓ ‘આશુ પા’ (આશિષ નેહરા) જેટલા આક્રમક બને. મને ખાતરી છે કે તમે બધાએ અમારા હેડ કોચ આશિષ નેહરાના બોલિંગના દિવસોના વિડિયો જોયા હશે જેમાં કૅચ છોડવા પર આશુ પા ફીલ્ડર સામે જબરદસ્ત પ્રતિક્રિયા આપતા હતા.’ 




ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં રેકૉર્ડ-બ્રેક પ્રદર્શન કરવા બદલ ગુજરાત ટાઇટન્સના માલિકોએ શુભમન ગિલ માટે નાનું સ્ટૅચ્યુ બનાવીને સન્માનિત કર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2026 03:39 PM IST | Gujarat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK