ડાન્સ કરતાં-કરતાં હાથ ધોતા કેરળના પોલીસોના વિડિયોએ દિલ જીતી લીધું
કેરળ પોલીસનો વીડિયો વાયરલ
કોરોના વાઇરસના રોગચાળાના માહોલમાં આખી દુનિયાના આરોગ્ય નિષ્ણાતો અનેક પ્રકારની સૂચનાઓ બહાર પાડી રહ્યા છે. એમાં મુખ્ય યોગ્ય રીતે હાથ ધોતા રહેવાની સૂચના છે. લોકોને હાથ ધોતા રહેવા સહિતની સાવચેતીની સૂચનાઓ આપતા વિડિયો તો અભિનેતા અમિતાભ બચ્ચન અને કૉન્ગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી સહિત અનેક મહાનુભાવોએ બહાર પાડ્યા છે, પરંતુ કેરળના સ્ટેટ પોલીસ મીડિયા સેન્ટરના ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં હાથ ધોવાની ખરી પદ્ધતિ દર્શાવવામાં આવી છે. વિડિયોમાં છ પોલીસ અધિકારીઓ મલયાલમ ગીતના તાલે નાચતાં-નાચતાં હાથ ધોવાની ખરી રીત દર્શાવે છે. વિડિયો શૅર કર્યાના ૧૬ કલાકમાં એને ૩૧,૦૦૦ વખત શૅર કરવામાં આવ્યો હતો અને ૨૫,૦૦૦ રિઍક્શન્સ મળ્યાં હતાં.