ભારતમાં વાળની ઇન્ડસ્ટ્રી મોટા પાયે ધમધમે છે અને એક્સપોર્ટ કરવા માટેના આ વાળને બ્લૅક ગોલ્ડ કહેવામાં આવે છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
બૅન્ગલોરમાં ૨૮ ફેબ્રુઆરીની વહેલી પરોઢે એક વિચિત્ર ચોરીની ઘટના બની હતી. લક્ષ્મીપુરા ક્રૉસ નામના એક કમર્શિયલ બિલ્ડિંગના ગોડાઉનમાંથી ૬ તસ્કરોની ગૅન્ગ લગભગ ૧ કરોડ રૂપિયાની કિંમતના ૮૩૦ કિલો વાળ ચોરી ગઈ છે. આ ગોડાઉન વેન્કટસ્વામી કે. નામના ૭૩ વર્ષના વેપારીનું છે, જેણે માણસોના વાળનો આ સ્ટૉક ૨૭ બૅગમાં ભરીને રાખ્યો હતો. આ વાળ એક્સપોર્ટ કરવા માટેના હતા.
૬ ચોરની ગૅન્ગ મધરાત પછી મહિન્દ્ર બોલેરોમાં આવી હતી અને તેમણે લોખંડના સળિયાથી શટર તોડી નાખ્યું હતું. એક જણે આ ગૅન્ગને બધી બૅગ્સને તેમની ગાડીમાં ભરતી જોઈ હતી, પણ તેને એમ કે તેઓ જ માલિક છે. વેન્કટસ્વામી હૈદરાબાદ સ્થિત એક એક્સપોર્ટરને વાળ સપ્લાય કરવાનો બિઝનેસ કરે છે, આ એક્સપોર્ટર વાળ મ્યાનમાર મોકલે છે અને ત્યાંથી પછી વાળ ચીન પહોંચે છે. ત્યાં એમાંથી વિગ અને હેર-એક્સ્ટેન્શન બને છે. ભારતમાં વાળની ઇન્ડસ્ટ્રી મોટા પાયે ધમધમે છે અને એક્સપોર્ટ કરવા માટેના આ વાળને બ્લૅક ગોલ્ડ કહેવામાં આવે છે.

