Uber Pet Service now in Mumbai: પેટ પેરેન્ટ્સ માટે ખુશખબર. ‘ઉબર પેટ’ હવે મુંબઈ અને દિલ્હીમાં ઉપલબ્ધ છે. HUFTએ કરી `ઉબર પેટ સાથે પાર્ટનરશીપ. આ ભાગીદારી અંતર્ગત HUFT સ્ટોર્સ અને સ્પા વિઝિટ કરવા પર યુઝર્સને મળશે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ.
પ્રતીકાત્મક તસવીર
Uber Pet Service now in Mumbai: શું તમે પણ પાલતુ પ્રાણીઓના પ્રેમી છો? શું તમે પણ પૅટ ઑનર છો? પૅટ એનિમલ સાથે મુસાફરી કરવી ઘણી વાર મુશ્કેલ બની જાય છે, ખાસ કરીને જ્યારે તમારે તેને વેટરનરી ડૉક્ટર પાસે લઇ જવું હોય, પાર્કમાં ફરવા જવું હોય અથવા ફક્ત એક સામાન્ય ડે-આઉટ પ્લાન કરવો હોય. બરાબર ને?
મુંબઈ અને દિલ્હી વાસીઓ માટે ખુશખબર છે. ઉબરે ‘ઉબર પૅટ’ સેવા મુંબઈ અને દિલ્હીમાં લૉન્ચ કરી છે, જેનાથી પૅટ ઑનર્સ માટે મુસાફરી વધુ સરળ અને આરામદાયક બનશે.
ADVERTISEMENT
પહેલા ખાલી બેંગલુરુમાં ઉપલબ્ધ આ સેવા હવે ભારતમાં ત્રણ શહેરોમાં અર્થાત મુંબઈ, દિલ્હી અને બેંગલુરુમાં પણ ઉપલબ્ધ છે. `ઉબર પૅટ` સેવા ‘ઑન-ડિમાન્ડ’ અને ‘રિઝર્વ’ વિકલ્પ સાથે ઉપલબ્ધ છે, જેથી યુઝર્સ તેમના પૅટ્સ સાથે તાત્કાલિક મુસાફરી બુક કરી શકે અથવા પહેલેથી જ આરામથી પ્લાન કરી શકો છો. નવા ‘ઑન-ડિમાન્ડ’ ઓપ્શન સાથે, `ઉબર પૅટ` હવે સૌથી અનુકૂળ અને હૅસલ-ફ્રી ઓપ્શન બની ગયું છે, જેનાથી પૅટ ઑનર્સ તેમના પૅટ્સ સાથે સરળતાથી મુસાફરી કરી શકે.
`ઉબર પૅટ` બ્રાન્ડે ‘Heads Up For Tails’ (HUFT) સાથે પાર્ટનરશીપ (Uber Pet Service now in Mumbai) કરી છે. આ ભાગીદારી અંતર્ગત, દિલ્હી, મુંબઈ અને બેંગલુરુમાં જે પણ યાત્રી HUFT સ્ટોર્સ અને સ્પા પર તેમના પૅટ સાથે જાય, તેમને `ઉબર પૅટ` રાઇડ પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એટલું જ નહીં, HUFT સ્ટોર અથવા સ્પા પર `ઉબર પૅટ`ની રસીદ બતાવીને ગ્રાહકોને ખાસ ઑફર્સ અને ડીલ્સ પણ મળશે, જેનાથી પૅટ્સ સાથેની મુસાફરી વધુ મજાની અને લાભપ્રદ બનશે.
ઉબર ઈન્ડિયા અને સાઉથ એશિયાની રાઇડર વર્ટિકલ્સના અધિકારી શ્વેતા મંત્રીએ જણાવ્યું, “અમે દિલ્હી અને મુંબઈ (Uber Pet Service now in Mumbai) માટે ઉબર પૅટ સેવા લૉન્ચ કરવા માટે ઉત્સાહિત છીએ, જે પાલતુ પ્રાણીઓ સાથે મુસાફરી કરનારા લોકો માટે વધુ સુવિધાજનક રહેશે. પાલતુ પ્રાણીઓના માલિકોના સૂચનોને ધ્યાનમાં રાખીને, અમે હવે ‘ઉબર પૅટ’ ઑન-ડિમાન્ડ વિકલ્પ સાથે લાવ્યા છીએ, જેથી લોકો પોતાના પ્રિય પૅટ્સ સાથે સરળતાથી મુસાફરી કરી શકે. HUFT સાથેની અમારી પાર્ટનરશીપથી આ અનુભવ વધુ ફાયદાકારક બનશે.”
HUFTના સંસ્થાપક, રાશી સનોન નારંગે ઉમેર્યું, “હેડ્સ અપ ફૉર ટેલ્સ માને છે કે પૅટ્સ પરિવારનો એક ભાગ જ હોય છે, અને તેમને સાથે લઈને સરળતાથી મુસાફરી કરી શકાય તે જરૂરી છે. `ઉબર પૅટ` સાથેની અમારી ભાગીદારીએ પૅટ્સ માટે મુસાફરી વધુ આરામદાયક અને આનંદમય બનાવી છે.”
`ઉબર પૅટ` સેવા (Uber Pet Service now in Mumbai)ની બુકિંગ કેવી રીતે કરવી?
● ઉબર ઍપ ખોલો અને ‘Where to’ બોક્સમાં તમારું ગંતવ્ય સ્થાન એન્ટર કરો.
● સ્ક્રીનના નીચેના ભાગમાં `ઉબર પૅટ` વિકલ્પ પસંદ કરો.
● બુકિંગની વિગતો ચકાસી તેની પુષ્ટિ કરો.
● તમારા પાલતુ પ્રાણીઓ સાથે આરામદાયક રાઇડ કરો.
`ઉબર પૅટ`ની મદદથી, પૅટ્સ હવે તેમના માલિકો સાથે બહાર ફરવા માટે સરળતાથી જઈ શકે છે, પછી ભલે તે ડૉક્ટર પાસે જવાનું હોય, પૅટ-ફ્રૅન્ડલી પાર્કની મુલાકાત લેવી હોય કે ફક્ત એક સામાન્ય ડે-આઉટ!

