સાંજે એ જ સાંભાર ફરી ખાવો પડ્યો એનાથી તે એટલી અપસેટ થઈ ગઈ કે તેણે સુસાઇડ કરી લીધું હતું.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કર્ણાટકના મેદ્દુર ગામમાં ૨૮ વર્ષની મહિલા એટલી ડિપ્રેશનમાં હતી કે તે નાની એવી વાતે પણ જીવનથી હતાશ થઈ જતી હતી. તેનો પતિ કામ અર્થે બીજા રાજ્યમાં રહે છે અને તેના પરિવારજનોનું કહેવું હતું કે મહિલા માનસિક રીતે ખૂબ અસ્વસ્થ રહેતી હતી. થોડા દિવસ પહેલાં તેને સવારના ભોજનમાં સાંભાર ખાવા આપ્યો હતો. સાંજે એ જ સાંભાર ફરી ખાવો પડ્યો એનાથી તે એટલી અપસેટ થઈ ગઈ કે તેણે સુસાઇડ કરી લીધું હતું.

