RCB Victory Parade Stampede: બુધવારે ચિન્નસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં ૧૧ લોકોના જીવ ગયા હતા; કર્ણાટક હાઈકોર્ટે ગુરુવારે આ ઘટના પર સ્વતઃ નોંધ લીધી; આજે બપોરે ૨.૩૦ વાગ્યે સુનાવણી
ગઈકાલે બેંગલુરુમાં એમ ચિન્નસ્વામી સ્ટેડિયમ નજીક, નાસભાગનો ભોગ બનેલા વ્યક્તિને જીવિત કરવાનો પ્રયાસ કરી રહેલા પોલીસ કર્મચારીઓની ફાઇલ તસવીર
ઇન્ડિયન પ્રીમિયર લીગ - આઇપીએલ (Indian Premier League – IPL)ની નવી ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru)નો જશ્ન અને વિક્ટરી પરેડ (RCB Victory Parade) માતમમાં ફેરવાઈ ગઈ હતી. બૅંગલુરુ (Bengaluru)ના ચિન્નસ્વામી સ્ટેડિયમ (Chinnaswamy Stadium)ની બહાર એક જીવલેણ નાસભાગમાં ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થયા અને 30 થી વધુ ઘાયલ થયા. આ દુર્ઘટના બુધવારે બપોરે બની હતી, જ્યારે હજારો ચાહકો આરસીબી (RCB)ના આઇપીએલ ૨૦૨૫ (IPL 2025)ની ફાઇનલ મેચ (IPL 2025 Finals) ટાઇટલ જીતની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા. હવે કર્ણાટક હાઇ કોર્ટ (Karnataka High Court)એ આ મામલે મહત્વનું પગલું ભર્યું છે.
કર્ણાટક હાઈકોર્ટે ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ - આરસીબીની આઈપીએલ વિજય ઉજવણી દરમિયાન એમ ચિન્નસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગ (RCB Victory Parade Stampede)ની ઘટના પર સ્વતઃ નોંધ (suo motu cognisance) લીધી, જેમાં બુધવારે ૧૧ લોકો માર્યા ગયા હતા. કોર્ટ ગુરુવારે બપોરે ૨.૩૦ વાગ્યે આ મામલાની સુનાવણી કરશે.
ADVERTISEMENT
બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ટીમ શહેરમાં ઉતરી ત્યારે ભાગદોડ મચી ગઈ હતી, અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઇતિહાસમાં પહેલી વાર ફ્રેન્ચાઇઝની પ્રથમ જીતની ઉજવણી માટે વિજય પરેડ (RCB Victory Parade)નું આયોજન કરવામાં આવ્યું હતું. બેંગલુરુ પોલીસ (Bengaluru Police)એ પરેડ માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ ટીમે બુધવારે સાંજે તેની જાહેરાત કરી હતી, જેના પરિણામે વિધાન સૌધા (Vidhan Soudha)થી ચિન્નસ્વામી સ્ટેડિયમ સુધીના રૂટ પર મોટી ભીડ એકઠી થઈ હતી.
કર્ણાટક (Karnataka)ના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (Siddaramaiah)એ નોંધ્યું હતું કે બેંગલુરુ સ્ટેડિયમમાં ૩૫૦૦૦ લોકોની ક્ષમતા છે, પરંતુ આ કાર્યક્રમ માટે ૨-૩ લાખ લોકો આવ્યા હતા. જેને કારણે વિક્ટરી પરેડ, જીતનો જશ્ન માતમમાં ફેલાયો હતો. ચિન્નસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગમાં ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થયા હતા અને 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
બાદમાં, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મૃતકોના પરિવારને ૧૦ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી. તેમણે આ મામલામાં મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ પણ આપ્યો અને જો કોઈ ખોટું જણાશે તો કાર્યવાહી કરવાની ખાતરી આપી. મુખ્યમંત્રીએ કહ્યું કે બે કાર્યક્રમ હતા, એક બેંગલુરુ ક્રિકેટ એસોસિએશન (Bengaluru Cricket Association) દ્વારા આયોજિત સ્ટેડિયમમાં વિજય ઉજવણી અને બેંગલુરુના વિધાનસભા ખાતે એક સરકારી કાર્યક્રમ.
આ ઘટનાની નોંધ કર્ણાટક હાઈકોર્ટે લીધી હોવાથી તેમાં નવો વળાંક આવવાની શક્યતા છે. ગુરુવારે કર્ણાટક હાઈકોર્ટે ચિન્નસ્વામી ક્રિકેટ સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડની સ્વતઃ નોંધ લીધી. હાઈકોર્ટ આજે બપોરે ૨.૩૦ વાગ્યે આ મામલાની સુનાવણી કરશે. હવે આગળ જોવાનું રહેશે કે, કર્ણાટક હાઈકોર્ટ સુનાવણીમાં શું કહે છે!

