Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > ઉધમપુરમાં બે જૂથમાં જોવા મળ્યા ૭ આતંકવાદીઓ , વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર

ઉધમપુરમાં બે જૂથમાં જોવા મળ્યા ૭ આતંકવાદીઓ , વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર

30 April, 2024 01:27 IST | Mumbai

ઉધમપુરમાં ૨૮ એપ્રિલે વહેલી સવારે સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે મોટી અથડામણ થઈ હતી .સમગ્ર દેશમાં લોકસભા ચુંટણી ટોચ પર હોવાથી છુપાયેલા આતંકવાદીઓને બહાર કાઢવા માટે વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળોએ ઘૂસણખોરી કરનારા આતંકવાદી જૂથોના છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે માટે UAV ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં અત્યાર સુધીમાં ૭ આતંકવાદીઓના ૨  જૂથો જોવામાં આવ્યા છે અને તેમને શોધવા માટે મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. ૨૭ એપ્રિલે મોડી સાંજે શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલના ઇનપુટ્સના આધારે, જમ્મુ કાશ્મીર પોલીસે આ વિસ્તારમાં સુરક્ષા વધુ સક્રિય કરી હતી અને ઉધમપુરમાં મોટા પાયે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઉધમપુરમાં પ્રથમ તબક્કામાં ૧૯ એપ્રિલે લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે મતદાન થયું હતું.

30 April, 2024 01:27 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK