દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા જારી કરાયેલા રીલીઝ વોરંટ બાદ ૧૩ સપ્ટેમ્બરે તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડના સંબંધમાં તેમને જામીન આપ્યા હતા. કેજરીવાલને અગાઉ મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં વચગાળાના જામીન મળ્યા હતા. સ્પેશિયલ જજ રાકેશ સ્યાલે બે જામીન બોન્ડ સ્વીકાર્યા બાદ તેમની મુક્તિને મંજૂરી આપી હતી. પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે, રિલીઝ વોરંટ ખાસ મેસેન્જર દ્વારા મોકલવામાં આવ્યું હતું.