વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં આપણે આતંકવાદ સામે લડી રહ્યા છીએ. આતંકવાદનો જવાબ તેની જ ભાષામાં આપવો જોઈએ.
બ્રહ્મોસ મિસાઇલ
ઉત્તર પ્રદેશના લખનઉમાં બ્રહ્મોસ મિસાઇલના ઉત્પાદન માટે બ્રહ્મોસ ઍરોસ્પેસ ઇન્ટિગ્રેશન ઍન્ડ ટેસ્ટિંગ ફેસિલિટીના ઉદ્ઘાટન સમારોહમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એક નિવેદન આપ્યું હતું જેની ચોતરફ ચર્ચા થઈ રહી છે. મુખ્ય પ્રધાન યોગીએ આતંકવાદ વિરુદ્ધ ઑપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીય સેના, વડા પ્રધાન મોદી અને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહને અભિનંદન આપ્યાં અને સેનાની બહાદુરીને સલામ કરી હતી.
આ દરમ્યાન મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું હતું કે ‘આપણે પાકિસ્તાનના લોકોને પૂછવું જોઈએ કે બ્રહ્મોસની શક્તિ શું છે, જ્યાં સુધી આપણે આતંકવાદને સંપૂર્ણપણે કચડી નાખીએ નહીં ત્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં આવે. ઑપરેશન સિંદૂરમાં બ્રહ્મોસની શક્તિ બધાએ જોઈ છે. આતંકવાદ શ્વાનની પૂંછડી જેવો છે, જે ક્યારેય સીધો નહીં થાય. વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં આપણે આતંકવાદ સામે લડી રહ્યા છીએ. આતંકવાદનો જવાબ તેની જ ભાષામાં આપવો જોઈએ.’

