યોગગુરુ રવિ ઝાએ આ પહેલાં અનેક વિશ્વવિક્રમો બનાવ્યા છે. તેઓ દુબઈની ઇન્ડિયા ક્લબમાં ૨૪ કલાક પાણીમાં રહ્યા હતા જે ઉપલબ્ધિ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં પણ સ્થાન પામી હતી.
યોગાચાર્ય રવિ વ્યોમ શંકર ઝા
વિશ્વપ્રસિદ્ધ યોગાચાર્ય રવિ વ્યોમ શંકર ઝાએ મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં એક અનોખો રેકૉર્ડ બનાવીને તેમની અદ્વિતીય સાધના અને આસ્થાનો પરિચય કરાવ્યો હતો. યોગગુરુ રવિએ ૧ કલાક ૫૧ મિનિટમાં લગાતાર ૧૦૦૮ ડૂબકી લગાવીને વર્લ્ડ-રેકૉર્ડ બનાવ્યો હતો.
યોગગુરુ રવિ ઝાએ આ પહેલાં અનેક વિશ્વવિક્રમો બનાવ્યા છે. તેઓ દુબઈની ઇન્ડિયા ક્લબમાં ૨૪ કલાક પાણીમાં રહ્યા હતા જે ઉપલબ્ધિ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં પણ સ્થાન પામી હતી.